Western Times News

Gujarati News

બાળક બીલકુલ બોલતુ ના હોય, તોતડું બોલતું હોય તો બોલતું થાય તેની બાધા પુરી કરવા માટેનો આ વિશેષ દિવસ છે

સંતરામ મંદિરના પ્રાંગણમાં પોષી પૂનમે ભક્તોએ કરી હજારો મણ બોરની ઉછામણી

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ,  “ જન સેવા એજ પ્રભુની સેવા ” સુખ ને ચરિતાર્થ કરતી અને હિન્દુવેદિક સોંડલ સંસ્કારના સોળે – સોળ સંસ્કાર થકી સમાજના દરેક સ્તર અને ધર્મ – સંપ્રદાયના લોકોની સેવા માટે આખાય ગુજરાત પંથકમા પોકાએલી , શ્રી સંતરામ મહારાજ અને ગુરુ પરંપરાના મહંતો દ્વારા તપના તેજથી તપેલી ભૂમિ એટલે શ્રી સંતરામ મંદિર , નડિયાદ .

પોષ સુદ પુનમને ભક્તો અને જનસમુદાય અનોખી રીતે ઉજવે છે . જેનું પણ બાળક જન્મ પછી બોલતું ના હોય , તોતડું બોલતું હોય તો બાળકના માતા – પિતા કે સ્વજન , મહારાજશ્રીની બાધા રાખે છે.

મારું બાળક બોલતું થશે તો હું શ્રી સંતરામ મહારાજશ્રીના સમાધી સ્થાન એટલે કે સંતરામ મંદિરના પટાગણમાં સવા કિલો થી લઈ પોતાની શક્તિ અને શ્રધ્ધા પ્રમાણે ( પોતાના બાળકના વજન જેટલા ) બૌર ઊછાળીસ અને ભક્તો ઊછાળેલા બોર ને પ્રસાદ તરીકે સ્વીકારે છે .

પોષ સુદ – પુનમના દિવસનું જ મહત્વ હોવાથી હજારો મણ બોર આ દિવસે રાજ્યના અનેકવિધ શહેરો અને ગામડા તથા દેશના અન્ય રાજ્યોમાંથી પણ લોકો આ દિવસે પોતાના બાળક માટે રાખેલી બાધા પુરી કરવા માટે નડિયાદ સંતરામ મંદિર ખાતે આવે છે .

આ દિવસે શ્રધ્ધા અને ભક્તિનું ઘોડાપુર જાેવા મળે છે. બાળક બીલકુલ બોલતુ ના હોય, તોતડું બોલતું હોય તો તે સરસરીતે સ્પષ્ટ રીતે બોલતું થાય તેની બાધા પુરી કરવા માટેનો આ વિશેષ દિવસ છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.