Western Times News

Gujarati News

પાલેજ નજીક રેલવે ટ્રેક પર અપ અને લુપ લાઈનને જાેડતો પાટો તૂટેલો મળી આવ્યો

વડોદરાથી ભરૂચ તરફની ૭ ટ્રેનને ડાઉન લુપ લાઈન પરથી પસાર કરાઈ

ભરૂચ, વડોદરા-ભરૂચ વચ્ચે પાલેજ રેલવે સ્ટેશન નજીક અપલાઈન ઉપર રેલ ફેકચરની ઘટના રવિવારે સવારે સામે આવી હતી. જાેકે ગેંગમેનના ચેકીંગમાં પાટો તૂટેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક વડોદરાથી સુરત જતી ટ્રેનોને જે તે સ્ટેશને થોભાવી દેવામાં આવી હતી. પાલેજ લુપલાઈન પરથી ટ્રેનોને પસાર કરવામાં આવતા સાત જેટલી ટ્રેનો અડધો કલાક મોડી પડી હતી. દોઢ કલાકનો બ્લોક લઈ તૂટેલો પાટો દુરસ્ત કરી દેવાયો હતો.

વડોદરા-ભરૂચ વચ્ચે મુખ્ય અપલાઈન ઉપર પાલેજ રેલવે સ્ટેશન નજીક લુપલાઈનને જાેડતો રેલવે ટ્રેક ફેકચર થઈ ગયો હતો. રવિવારે સવારે પાંચ વાગ્યાથી ફરજ બજાવતા ગેગમેન ચંદનકુમારનું વહેલી સવારે રેલવે ટ્રેક ચેકિંગ દરમ્યાન ધ્યાન પડતાં ઘટનાની જાણ પાલેજ રેલવે સ્ટેશન અધિકારી મીનાને કરતા રેલવે તંત્ર દોડતું થયું હતું.

ઘટના પાલેજ રેલવે સ્ટેશનથી ભરૂચ તરફના થાંભલા નંબર ૩પ૦/૧૦૧ર/૧૦૧૩ની વચ્ચે બની હતી. ઉચ્ચ રેલવે અધિકારીઓને રેલ ફેકચરનો મેસેજ અપાતા બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ મહત્વની એકસપ્રેસ ટ્રેનોને વડોદરા તરફથી પાલેજ તરફ આગળ જતા વચ્ચેના સ્ટેશનોએ રોકી દેવામાં આવી હતી.

ત્યાર પછી એક પછી એક ચાર એકસપ્રેસ સુપર ફાસ્ટ ટ્રેનોને પાલેજ ડાઉન ટ્રેક ઉપર સાઈડીંગમાંથી પસાર કરી આગળ જવા રવાના કરી હતી. રેલવે ટ્રેકની ઘટનાના પગલે વડોદરા તરફથી મુંબઈ તરફ જતી ચાર જેટલી સુપર ફાસ્ટ એકસપ્રેસ, અમદાવાદ હાપા, બિકાનેર મુંબઈ, કર્ણાવતી એકસપ્રેસ, અજમેર દાદર ટ્રેનોને કરજણ પાલેજ વચ્ચેના સ્ટેશનોએ ધીમી ગતિએ ચલાવી પાલેજ સ્ટેશનથી સીગ્નલે થોભાવી મુકી એક પછી એક પાલેજ રેલવે ડાઉન લુપલાઈન પરથી મુંબઈ તરફ રવાના કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.