Western Times News

Gujarati News

કોરોના વળતર માટે કુલ ૯૦ હજાર અરજીઓ આવી

અમદાવાદ, કોવિડ-૧૯ માટે રૂ. ૫૦,૦૦૦ ના વળતરની ચૂકવણીની માંગ કરતી અરજીઓની સંખ્યા ગુજરાતની સત્તાવાર કોવિડ મૃત્યુની સંખ્યા ૧૦,૦૯૪ (જાન્યુઆરી ૧૬ સુધી) ને નવ ગણી વટાવી ગઈ છે. આ આંકડા રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યા છે. પોતાના કમ્પ્લિઆન્સ રિપોર્ટમાં, રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી હતી કે, તેમને ૧૬ જાન્યુઆરી સુધીમાં કોવિડ-૧૯ પીડિતોના સંબંધીઓ તરફથી વળતરની માંગ કરતી ૮૯,૬૩૩ અરજીઓ મળી છે.

તેમાંથી, સરકારે પહેલેથી જ ૬૮,૩૭૦ દાવાઓને મંજૂરી આપી છે. જ્યારે ચકાસણી બાદ ૪,૨૩૪ અરજીઓ ફગાવી દીધી છે. જાે કે, ૧૭,૦૦૦ થી વધુ અરજીઓ હજુ ચકાસણી પ્રક્રિયા હેઠળ છે. અન્ય ઘણી રાજ્ય સરકારોની જેમ ગુજરાત સરકાર પણ ઑક્ટોબરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશના જવાબમાં કોવિડ મૃત્યુ વળતરની ચૂકવણી કરવાની પોતાની પ્રક્રિયા વિશે નિયમિતપણે જીઝ્રને માહિતગાર કરે છે.

અગાઉ, રાજ્ય સરકારે સ્ક્રુટીની પ્રક્રિયા અપનાવી હતી, પરંતુ રાજ્ય સરકારના નોટિફિકેશનને એડવોકેટ અમિત પંચાલે પડકાર્યું હતું. જેને લઈને સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારના કાન આમળ્યા હતા અને ખૂબ જ આકરુ વલણ અપનાવ્યું હતું. જ્યારે સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા હોવા છતા વળતરની ચૂકવણી માટે આકરા નિયમો ઘડ્યા હતા અને પ્રક્રિયાને વધુ ગુંચવણ ભરી બનાવી હતી.

સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ વળતરના દાવા માટે પોઝિટિવ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ અને ૩૦ દિવસની અંદર દર્દીનું મૃત્યુ એ બંને મુખ્ય પાત્રતાની આવશ્યકતાઓ હોવાનું જણાવાયું હતું. પોતાના સત્તાવાર મૃત્યુઆંકની તુલનામાં લગભગ નવ ગણા વધુ કોવિડ-૧૯ મૃત્યુના દાવાઓ સ્વીકારવા છતાં, રાજ્યના આરોગ્ય વિભાગના બુલેટિનમાં કોવિડ મૃત્યુદર અપડેટ કરવામાં આવ્યો નથી.

બુલેટિન મુજબ. ૧૭ જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં ૧૦,૧૬૪ કોવિડ દર્દીઓના મોત નોંધાયા છે. કુલ મૃત્યુ પૈકી ૫૩% મૃત્યુ એકલા અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના ટોચના સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર કોવિડ મૃત્યુના આંકડા માટે  માર્ગદર્શિકાનું પાલન કરે છે. જેમને પહેલાથી જ કોઈ કોમોર્બિડિટીઝ હોય અને ઉંમર સંબંધિત સમસ્યાઓ હોય તેમના મૃત્યુને કોવિડ મૃત્યુ આંકમાં સામેલ કરવામાં આવ્યા ન હતા.

આમ, જેઓ માપદંડમાં બંધબેસતા હતા તેઓને જ મહામારીના કારણે મૃતઆંકમાં ગણવામાં આવ્યા હતા.” એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન ૨૦૨૦ અને ૨૦૨૧ બંનેમાં બીજા તમામ કારણે મૃત્યુમાં પણ વધારો જાેવા મળ્યો છે- જાે કે સંખ્યા નક્કી કરવાનો ઇનકાર કર્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.