Western Times News

Gujarati News

તેજીથી વધી રહી ચીનની વસ્તી, સતત પાંચમાં વર્ષે જન્મદર ઘટાડો

બીજીંગ, ચીનની વસ્તીમાં ગયા વર્ષ કરતાં અડધો વધારો થયો છે અને તેની વસ્તીમાં લગભગ પાંચ લાખ લોકોની જ વૃદ્ધિ થઈ છે જે અગાઉના વર્ષે દસ લાખથી વધારે હતી. આમ સળંગ પાંચમાં વર્ષે તેની વસ્તી સતત વધી છે. આના લીધે વિશ્વનું બીજા નંબરનું અર્થતંત્ર ચીન ડેમોગ્રાફિક કટોકટીના આરે છ ડોક્ટરના વર્ષ ૨૦૨૧ના અંતે ચીનની મુખ્ય જમીનની વસ્તી વધીને ૧.૪૧૨૬ અબજ થઈ હતી, જે ૨૦૨૦ના અંતે ૧.૪૧૨૦ અબજ હતી, એમ નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સે જણાવ્યું હતું.

ચીનની વસ્તી ૨૦૨૦ના ૧.૨ કરોડની તુલનાએ ૪૮ લાખ વધી છે, એમ એનબીએસના આંકડા જણાવે છે. આ આંકડામાં હોંગકોંગ અને મકાઉના રહેવાસીઓ, ચીનના વિવિધ પ્રાંતોમાં વસતા વિદેશીઓ, સ્વાયત્ત પ્રાંતો અને મ્યુનિસિપાલિટીઝનો સમાવેશ થતો નથી.

એનબીએસના આંકડા મુજબ વિશ્વમાં સૌથી વધુ વસ્તીવાળા દેશમાં આ વખતનો વસ્તીવધારો ૧.૦૬૨ કરોડનો હતો. તેમા જન્મદર દર હજારો ૭.૫૨નો હતો અને તેની સામે ગયા વર્ષે મૃત્યુદર દર હજારે ૭.૧૮નો હતો. આમ રાષ્ટ્રીય વૃદ્ધિદર ૦.૩૪નો છે.

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ચીન ડેમોગ્રાફિક ટર્નિંગ પોઇન્ટના આરે છે. છેલ્લા ૪૦ વર્ષથી ચીને સાધેલા આર્થિક વિકાસનો પાયો હચમચી જવાનો ડર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, એમ હોંગકોંગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે જણાવ્યું હતું. આ પ્રકારની પરિસ્થિતિમાં કામકાજ કરનારા લોકો અને અવલંબિતો એટલે કે પેન્શનરોનો રેશિયો બદલાવવા માંડે છે. આની સીધી અસર અર્થતંત્ર પર પડે છે.

પિનપોઇન્ટ એસેટ મેનેજમેન્ટના ચીફ ઇકોનોમિસ્ટ ઝાંગ ઝિવેઇએ જણાવ્યું હતું કે આજે જારી થયેલી વિગતોની સૌથી આંચકાજનક બાબત વસ્તીવૃદ્ધિ દર ઘટીને પ્રતિ હજારે ૦.૩૪ થયો છે. આ ડેટા ઉપલબ્ધ થવા લાગ્યો પછી વસ્તીવૃદ્ધિ દર પહેલી વખત શૂન્યથી નીચે ગયો છે. આનો સીધો અર્થ એમ થાય કે ચીનનો વસ્તીવૃદ્ધિ દર વધારે ઝડપથી ધીમો પડી રહ્યો છે. આગામી દસથી વીસ વર્ષમાં ચીનનો વસ્તીવૃદ્ધિ દર શૂન્યની આસપાસ જાેવા મળી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.