Western Times News

Gujarati News

ગેસના ભાવ વધારાને કારણે સીરામીક ઉધોગોને ઓડ-ઇવન પધ્ધતિથી ચલાવવામાં ઉધોગકારો મજબુર

મોરબી, થાનગઢના સીરામીક ઉધોગકારો વધતા ગેસના ભાવોને કારણે ઉધોગને થતી અસર અંગે બેઠક બોલાવી હતી.જેમાં ગુજરાત ગેસકંપનીના અધિકારીને ઉધોગને ગેસના ભાવ વધારાથી થતી અસરો અંગે રજૂઆત કરવામાં આવી હતી.અને હજુ ભાવ વધારો આવેતો ઉધોગો ઓડ-ઇવન પધ્ધતીથી ચલાવવા નક્કી કરાયુ હતુ.

ગુજરાત ગેસ કંપની દ્વારા ઉધોગોને મળતા ગેસમાં સતત ભાવ વધારો કરવાના કારણે થાન સીરામીક ઉધોગને સતત અસર થઇ રહી છે. આ અંગે કંપની અને રાજ્ય સરકારમાં ઉધોગ કારોએ રજૂઆત કરવામાં આવી હતી.આમ છતા કોઇ નિરાકણ ન આવતા તાજેતરમાં ઉધોગકારોએ ગેસના ભાવ વધારા અંગે એક બેઠકનું આયોજન કરાયુ હતુ.

જેમાં પાંચાળ સિરામીક એસોસીએશના પ્રમુખ સુરેશભાઇ સોમપુરા, ટ્રસ્ટીઓ કીર્તિભાઇ મારૂ, નાનજીભાઈ પટેલ, દિનુભાઈ ભગત, શાંતિલાલ પટેલ, કિરીટ મેજડિયા સહિત ૩૫૦થી વધુ ઉધોગકારો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં ગુજરાત ગેસ થાનગઢના અધિકારી જય ચૌહાણને એસોશિએસનમાં બોલાવી તેમને ઉધોગોને ગેસના ભાવ વધારાથી અસર અંગે માહિતી અપાઇ હતી.

જેમાં ગુજરાત ગેસ કંપનીએ સીરામીક ઉધોગમાં અચાનક નોન એમજીઓ, એમજીઓના નિયમોમાં ફરફાર અંગે જણાવાયુ હતુ.જ્યારે ગેસના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છેજ્યારે આગામી સમયમાં ઉધોગને મળતા ગેસનો ભાવ ૧૦૬ રૂપીયા થઇ ગયો છે.થાનગઢમાં પ્રતિદીન કુલ ૧,૮૦,૦૦ ક્યુબીક મીટર ગેસ મળે છે સામે વપરાશ વધુ છે.અને જાે વપરાશ વધેતો ભાવ વધવાની શક્યતા છે.

આમ સતત ભાવ વધારો માંડ કોરોનાથી ઉગરી ઉભા થતા સીરામીક ઉધોગને મૃતપ્રાય કરી નાંખશે.આ પરિસ્થિતિમાં થાનગઢનાપાંચાળ સીરામીક એસોશિએસનના સમજદાર અને પરસ્પર એકતા રાખનાર ઉધોગપતિઓએ અમુક ફેકટરી ચાલુ રહેશે અને અમુક ફેકટરી રાજીખુશીથી બંધ રહેશે તેવું નક્કી થયું હતુ.

એન ઉધોગ ઓડ ઇવન પધ્ધતીથી ચલાવવા નક્કી કરાયુ હતુ.અગાઉ ઉધોગકારોએ ગેસ કંપની સાથે સંકલન રાખી સમાધાન કરાયુ પરંતુ જાે કે આ પરિસ્થિતિ પછી હવે વિકટ બનતા ગુજરાત સરકાર માટે ઉધોગને વ્યાજબી ભાવનો ગેસ પૂરો પડે તે વિકલ્પ શોધવાનો સમય આવી ગયાનું જણાવાયુ હતુ.આમ સતત ગેસના ભાવ વધતા તૈયાર માલની કિંમત પણ વધતા મંદીના સમયે તે ભાવ વધારો પણ પોશાય તેમ નથી આથી સીરામીક ઉધોગ વિદેશી કંપનીઓ સામે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી શકશે નહીંનું જણાવાયુ હતુ.

ગેસના સતત ભાવ વધારાના કારણે સીરામીક ઉધોગ વિદેશી કંપની સામે ઉભો રહેવાનો તો દુર પરંતુ બંધ થવાના આરે આવી ગયો છે.આ સીરામીક ઉદ્યોગ માત્ર ઉધોગ નહીં પરંતુ ૫૦ થી ૬૦ હજાર લોકોની રોજીરોટીનું એકમાત્ર સાધન છે.આગામી સયમમાં જાે ગેસના ભાવ વધારાના કારણે સીરામીક ઉધોગો બંધ થાય તો માત્ર ઉધોગનહીં પરંતુ હજારો લોકોની રોજીરોટીને અસરકરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.