Western Times News

Gujarati News

જેતપુરમાં વેપારીની દુકાનમાંથી રૂ.૨૧ લાખની ચોરી તસ્કરો નાસી છૂટયાં

જેતપુર, રાજયમાં દિવસેને દિવસે ગુનાખોરીના કેસો વધતાં જાેવા મળી રહ્યા છે . તેમજ ચોરી અને લૂટફાટના કિસ્સા રોજ કયાંકને ક્યાંક નોધાતા હોય છે .

ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર આવેલ પ્રમોદ કુમાર સીસોટીયા ટેક્સટાઇલ એન્ડ કમિશન એજન્ટ નામની ઓફિસમાંથી કોઈ અજાણ્યા તસ્કર પ્રવેશી ઓફિસના ટેબલના ડ્રોઅર ખોલી તેમાંથી ૨૧,૦૪,૪૬૦ રૂપિયાની રોકડની ચોરી કરી ગયાની સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી.

મહત્વનુ છે કે તેઓ જૂનાગઢ રોડ પર શિવમ એપાર્ટમેન્ટની ચાર સંયુક્ત દુકાનોમાં પ્રમોદ કુમાર સીસોટીયા ટેક્ષટાઇલ એન્ડ કમિશન એજન્ટ નામેં છેલ્લા તેર વર્ષથી વ્યવસાય કરે છે.

જેમાં અલગ અલગ શહેરોમાંથી વેપારીઓનું સફેદ કાપડ મંગાવી તે કાપડને અલગ અલગ સાડીઓના કારખાનામાં જાેબ વર્ક કરવા માટે તેઓ આપતા હોય છે. અને છાપકામ પૂર્ણ થઈ ગયા બાદ જે તે પાર્ટીને પરત મોકલાવે છે. આ જાેબ વર્કના કામમાં ઘણું કાપડ બગડતુ પણ હોય છે જે બગડેલ કાપડના પૈસા જે તે કારખાનાવાળાઓ નુકશાની પેટે રોકડમાં તેઓને પરત આપતા હોય છે.

જે પૈસા કાપડ છાપવા આપનાર વેપારીને આપવના હોવાથી ઓફીસમાં ધણી રોકડ રકમ પડેલી રહે છે. ફરીયાદીની પેઢીમાં એકાઉન્ટનું કામ કરતા જિજ્ઞેષભાઇ નામના કર્મચારી આજે સવારે ઓફિસ ખોલવા જતા ત્યાં ઓફીસનું આગળનું શટર અર્ધ ખુલ્લું હતું. જેથી તેઓને ફાળ પડી અને ઓફિસની અંદર જઈને જાેતા અંદર બધા ડ્રોઅર ખુલ્લા હતાં. અને તેમના ડ્રોઅરમાં રાખેલ ૨૧,૦૪,૪૬૦ની રોકડ રકમ પણ ગુમ હતી.

જેથી તેઓએ તરત જ ફરીયાદીને ફોન કરીને બોલાવતા ફરીયાદી આવીને તમામ હકકિત જાણી ઓફિસમાં રાખેલ સીસીટીવી કેમેરા તપાસતાં એક શખ્સ વહેલી સવારે ૬ઃ૨૪ મિનીટે શટર ઉંચું કરી ઓફિસમાં પ્રવેશતા ડ્રોઅર ફંફોરતા અને કેમેરાના એંગલ બદલતો તેમજ ૬ઃ૩૪ મિનીટે એપાર્ટમેન્ટના દરવાજા નીચે ઉતરતો નજરે પડતો હતો.

સીટી પોલીસે કમિશન એજન્ટ પ્રમોદ કુમારની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ઓફિસમાં પ્રવેશ કરી ડ્રોઅર ખોલી તેમાંથી ૨૧,૦૪,૪૬૦ રૂપિયાની રોકડની ચોરી કર્યાની આઈપીસી ૩૮૦, ૪૫૪ અને ૪૫૭ હેઠળ ફરીયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.