Western Times News

Gujarati News

બાયજુસ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશને વંચિત બાળકોના શિક્ષણને ટેકો આપવા જોડાણ કર્યું

આ જોડાણનો ઉદ્દેશ રિમોટ લર્નિંગ દ્વારા સમાજનાં આર્થિક રીતે નબળાં વર્ગોમાંથી સમગ્ર દેશના 2 લાખ બાળકોને ટેકો આપવા ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે

વિશ્વની અગ્રણી એડટેક કંપની બાયજુસે ગુણવત્તાયુક્ત શિક્ષણની સુલભતા વિદ્યાર્થીઓને પ્રદાન કરવા અને વંચિત સમુદાયના બાળકોના જીવનમાં સકારાત્મક અસર લાવવાના એના અભિયાનને મજબૂત કરવાના પ્રયાસ સ્વરૂપે ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે જોડાણ કર્યું છે.

બાયજુસની સામાજિક પહેલના પ્રયાસ ‘એજ્યુકેશન ફોર ઓલ’ અંતર્ગત પ્રસ્તુત આ જોડાણનો ઉદ્દેશ દેશમાં શાળાઓ આંશિક બંદ હોવા છતાં અંતરિયાળ વિસ્તારો સહિત વિવિધ રાજ્યોમાં વંચિત સમુદાયોના આશરે 2 લાખ બાળકોના શિક્ષણની સાતત્યતા જાળવવાનો છે.

ડિજિટલ શિક્ષણની પહેલ અને અક્ષય પાત્રની ફ્લેગશિપ નેશનલ એન્ડીવર ફોર સ્ટુડન્ટ ટ્રાન્સફોર્મેશન (નેસ્ટ)નો ભાગ બનેલું આ જોડાણ સહિયારા પ્રયાસો દ્વારા શિક્ષણની ગુણવત્તામાં પૂરક બનવા શૈક્ષણિક વ્યવસ્થા સાથે જોડાવા ઇચ્છે છે. આ જોડાણ સાથે બાયુજસ વિદ્યાર્થીઓને ફ્રી સ્ટ્રીમિંગ લાઇસન્સ અને સ્માર્ટ ક્લાસરૂમ્સ પ્રદાન કરીને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત અને ટેકનોલોજી-સંચાલિત શૈક્ષણિક કાર્યક્રમો પૂરાં પાડશે.

આ પહેલ પર બાયજુસના સહ-સ્થાપક દિવ્યા ગોકુલનાથે કહ્યું હતું કે, “બાયજુસ સમાજના તમામ વર્ગોના બાળકોના ઉત્થાન માટે વિવિધ પરિવર્તનકારક સામાજિક પહેલો હાથ ધરવાનું તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ડિજિટલ સુલભતા વચ્ચે ગેપ દૂર કરવાનું મજબૂત વિઝન ધરાવે છે.

અમને અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે જોડાણ કરવાની ખુશી છે, જે ભારતમાં શાળાના બાળકો માટે ભોજનના કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા અવિરતપણે કામ કરે છે. આ જોડાણ શિક્ષણ અને સુખાકારી દ્વારા બાળકોના કલ્યાણ અને વિકાસ પર કાયમી અસર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

અમારી ફિલોસોફીનું કેન્દ્ર અમારી હાલની શૈક્ષણિક વ્યવસ્થાની વ્યવહારિક અસર ઊભી કરવાનું છે તથા અમને ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે જોડાણ કરવા અને અમારી સામાજિક પહેલ એજ્યુકેશન ફોર ઓલને મજબૂત કરવા જોડાણ પર ગર્વ છે.”

આ જોડાણમાં હાથ ધરવામાં આવેલી પહેલનો ઉદ્દેશ સરકાર અને સરકારી સહાયથી ચાલતી શાળાઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ડિજિટલ પ્લેટફોર્મ અને વ્યવસાયિક રીતે તૈયાર સામગ્રીની સુલભતા સાથે રસપ્રદ અને નવીન શૈક્ષણિક અનુભવ પ્રદાન કરીને બાળકોને સક્ષમ બનાવવાનો છે. આની શરૂઆત કરવા ઉત્તરાખંડની સરકાર સાથે બાયજુસ અને અક્ષય પાત્રએ આર્થિક રીતે નબળાં વર્ગોના બાળકો માટે નિઃશુલ્ક શૈક્ષણિક કાર્યક્રમ શરૂ કર્યો છે.

અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સીઇઓ શ્રી શ્રીધર વેંકટે કહ્યું હતું કે,“અક્ષય પાત્રમાં અમારો સતત પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે, કોઈ બાળક ભૂખમરાને કારણે શિક્ષણથી વંચિત ન રહે. અમે શિક્ષણ માટે અમારાથી શક્ય તમામ પ્રયાસ કરીએ છીએ. શિક્ષણ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે, પછી ભલે તેની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિ ગમે તે હોય.

અમે દ્રઢપણે માનીએ છીએ કે, ડિજિટલ સર્વસમાવેશકતાથી એવી દુનિયાનું નિર્માણ કરવામાં મદદ મળી શકે, જેમાં આર્થિક રીતે નબળાં વર્ગોના વિદ્યાર્થીઓ માટે એફોર્ડેબિલિટી કે સુલભતાની સમસ્યાઓને કારણે તકો બંધ થઈ જતી નથી. બાયજુસના આ જોડાણ સાથે અમારો પ્રયાસ ડિજિટલ અસમાનતા દૂર કરવાનો અને બાળકોને સારું ગુણવત્તાયુક્ત, આધુનિક શિક્ષણ નિઃશુલ્ક રીતે પ્રદાન કરીને ડિજિટલ સર્વસમાવેશકતા વધારવાનો છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “સરકાર સરકારી અને સરકારી સહાયથી ચાલતી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા નોંધપાત્ર પ્રયાસો કરે છે. આ પહેલ આ મોરચે સરકારના સહિયારા પ્રયાસમાં સક્રિયપણે પ્રદાન કરવાનો અમારો પ્રયાસ છે.”

આ જોડાણ અક્ષય પાત્ર ફાઉન્ડેશનની ફ્લેગશિપ પહેલ નેશનલ એન્ડીવર ફોર સ્ટુડન્ટ ટ્રાન્સફોર્મેશન (નેસ્ટ)ના ઘણા પ્રયાસોનો ભાગ છે, જેનો લક્ષ્યાંક વિદ્યાર્થીઓના શિક્ષણના પરિણામોમાં પ્રદાન કરવા શાળામાં સાનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો હોવાની સાથે તેમને શાળામાં આનંદદાયક અનુભવ પ્રદાન કરવાનો છે.

આ સંબંધમાં ફાઉન્ડેશનને બાયજુસ સ્વરૂપે સક્ષમ સાથી મળ્યો છે, જે તેની સામાજિક પહેલો મારફતે શક્ય એટલા વધારે બાળકો સુધી ડિજિટલ શિક્ષણને પહોંચાડવા આતુર છે, જે આ બાળકોને રિમોટ લર્નિંગની તક આપશે.

વર્ષ 2020માં ‘એજ્યુકેશન ફોર ઓલ’ બાયજુની ફ્લેગશિપ સામાજિક પહેલ છે, જેનો ઉદ્દેશ શિક્ષણને સર્વસુલભ બનાવવાનો અને એ સુનિશ્ચિત કરવાનો છે કે, દરેક બાળક શિક્ષણની તક ધરાવે છે. આ પ્રોગ્રામ સૌથી વધુ અંતરિયાળ વિસ્તારોમાં બાળકો અને ટેક-સંચાલિત શિક્ષણ મારફતે વંચિત સમુદાયોનું ઉત્થાન કરવા કટિબદ્ધ છે.

વર્ષ 2025 સુધી 5 મિલિયન વંચિત બાળકોનું ઉત્થાન કરવાના અભિયાન સાથે કંપનીએ 26 રાજ્યોમાં 100 એનજીઓ સાથે જોડાણ કર્યું છે, જેથી શૈક્ષણિક વ્યવસ્થામાં સકારાત્મક વ્યવસ્થિત પરિવર્તન લાવી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.