Western Times News

Gujarati News

ભાજપે પહેલા ડિજિટલ પ્રચાર અને મેદાની જંગ બન્ને મોર્ચા પર કડક તૈયારી કરી

પ્રતિકાત્મક

નવીદિલ્હી, ચૂંટણીના તારીખો બાદ પીએમ મોદી પહેલી વાર યુપીના પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. ભાજપે જે પ્રચાર પ્લાન બનાવ્યો છે. તેમાં પહેલા ડિજિટલ પ્રચાર અને મેદાની જંગ બન્ને મોર્ચા પર કડક તૈયારી કરી અને તૈયારી ભાજપના બે મોટા ચહેરાને કેન્દ્રમાં રાખવામાં આવી છે.

પીએમ મોદી યુપી ચૂંટણીમાં ડિજિટલ મોર્ચા પર વિરોધિઓને સંભાળશે તો ગૃહમંત્રી અમિત શાહ મેદાન પર ભાજપના ગ્રાઉન્ડ સ્તરને મજબૂત કરશે અને જીત માટે ભાજપ કાર્યકર્તાઓ તૈયાર કરશે. આ બન્ને નેતા ૨૨ જાન્યુઆરીએ યુપીમાં સમરમાં રાજકીય દાવપેચ રમશે.

પીએમ મોદીના વર્ચ્યૂઅલ પ્રચારની બ્લૂપ્રેન્ટની વાત કરીએ તો આ મુજબ પીએમ મોદી દર બીજા દિવસે યુપીની જનતા સાથે જાેડાશે અને તે સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરશે. આ માટે ભાજપે ૪૦૩ LED વેન તૈયાર કરવામાં આવ્યા છે.

યુપીની દરેક વિધાાનસભામાં એક ન્ઈડ્ઢ વેન રહેશે. આ ઉપરાંત પાર્ટીએ ૨૭, ૭૦૦ શક્તિ કેન્દ્ર બનાવી છે. આ તમામ શક્તિ કેન્દ્રો પર એક LED ટીવી બનાવવામાં આવશે. જ્યાં લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરતા પીએમની રેલી સાથે જાેડાયેલા છે.

એક પ્લાન મુજબ દરેક વિધાનસભા સીટ પર ૨૭ વર્ચ્યૂઅલ રેલીઓ થશે અને દરેક રેલીમાં અલગ અલગ વર્ગને ટારગેટ કરવામાં આવ્યા. આ ઉપરાંત જિલ્લામાં બેસનારા મોટા નેતાઓની વર્ચ્યૂઅલ રેલી હશે. બીજી તરફ ૨૩ જાન્યુઆરીથી ગૃહમંત્રી અમિત શાહ યુપીના મેદાનમાં પોતાનું શક્તિ પ્રદર્સન કરશે. યુપીના ૭૫ જિલ્લાનો પ્રવાસ કરશે. પ્રવાસ દરમિયાન ચૂંટણી રેલી અને જનસભાઓ પણ કરશે. જમીની સ્તર પર ભાજપ કેડરોને જીત માટે તૈયાર કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.