Western Times News

Gujarati News

પંજાબના પૂર્વ સીએમનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવતા વડાપ્રધાને વાત કરી

નવીદિલ્હી, કોવિડ પોઝિટિવ આવતા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને બે ત્રણ દિવસથી તાવ અને ઉધરસ આવતી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુરુવારે સવારે બાદલને ફોન કરીને તેમની તબિયત પૂછી હતી.

બાદલના પીઆરઓએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ તેમની સાથે લગભગ દોઢ મિનિટ વાત કરી હતી. આ દરમિયાન પીએમએ તેમને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી. વડાપ્રધાને આરોગ્ય વિભાગના અધિકારીઓને નિર્દેશ આપ્યો કે પૂર્વ મુખ્યમંત્રીના સ્વાસ્થ્યની યોગ્ય કાળજી લેવામાં આવશે.

પ્રકાશ સિંહ બાદલ દયાનંદ મેડિકલ કોલેજ લુધિયાણામાં દાખલ છે. કહેવાય છે કે તે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને છેલ્લા બે દિવસથી ખૂબ જ તાવ, શરદી અને ઉધરસ આવતી હતી. ડીએમસીમાં તેમનો રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. બાદલમાં કોરોના ચેપના લક્ષણો દેખાતા હતા. આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ પોઝિટિવ જાેવા મળ્યા હતા.

પ્રકાશ સિંહ બાદલના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતાં શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા મહેશિન્દર સિંહ ગરેવાલે કહ્યું કે તેમને છેલ્લા બે-ત્રણ દિવસથી તાવ અને ઉધરસ હતી, જેના કારણે તેમને નિયમિત તપાસ માટે દયાનંદ મેડિકલ કોલેજ લાવવામાં આવ્યા.

તેમની તબિયત જલ્દી સુધરશે. તેથી વધારે ચિંતા કરવાની કોઈ વાત નથી.૯૩ વર્ષીય પ્રકાશ સિંહ બાદલ પાંચ વખત પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ સમયે તેઓ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડવાની પણ તૈયારી કરી રહ્યા છે. કોવિડના સંક્રમણ વચ્ચે તેઓ લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. પ્રચાર કરી રહ્યા છે. એવું અનુમાન લગાવવામા ં આવી રહ્યું છે કે તેમને પ્રચાર દરમિયાન જ ચેપ લાગ્યો હશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.