Western Times News

Gujarati News

હવે એક્સરેથી ખબર પડશે કોરોના છે કે નહીં

નવી દિલ્હી, સ્કોટલેન્ડમાં વૈજ્ઞાનિકોના એક જૂથે કોરોના મહામારીને લઈ નવો પ્રયોગ કર્યો છે. તેના અંતર્ગત હવેથી એક્સરે (X-rays)નો ઉપયોગ કરીને જાણી શકાશે કે, દર્દીને કોરોના છે કે નહીં. એટલે સુધી કે વૈજ્ઞાનિકોએ તેને 98 ટકા સુધી સચોટ માન્યું છે. પરીક્ષણ કોઈ વ્યક્તિની અંદર વાયરસની ઉપસ્થિતિ જાણવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરે છે.

સંશોધકોએ એમ પણ જણાવ્યું કે, તે આરટી-પીસીઆર (RT-PCR) પરીક્ષણ કરતાં તેજ હશે અને 5થી 10 મિનિટમાં તેનું પરિણામ આવી જશે. ઉલ્લેખનીય છે કે, આરટી-પીસીઆરનો રિપોર્ટ આવવામાં એક કલાક કરતાં વધારે સમય લાગી જાય છે. સંશોધકોએ જણાવ્યું કે, લાંબા સમયથી એક ત્વરિત અને વિશ્વસનીય ઉપકરણની આવશ્યકતા હતી જે કોવિડ-19ની ઓળખ કરી શકે. એટલું જ નહીં એક્સરેના માધ્યમથી ઓમિક્રોન વેરિએન્ટ પણ ઝડપથી ઓળખી શકાશે.

યુડબલ્યુએસના સંશોધકોના કહેવા પ્રમાણે નવી તકનીક સ્કેનની સરખામણીએ 3,000 કરતાં વધારે છબિઓના ડેટાબેઝ માટે એક્સરે તકનીકનો ઉપયોગ કરે છે જે કોરોનાના દર્દીઓ, સ્વસ્થ વ્યક્તિઓ અને વાયરલ ન્યૂમોનિયા સાથે સંબંધિત છે.

આ તકનીકમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) પ્રક્રિયાની મદદ લેવામાં આવે છે જે દૃશ્ય આકારણીનું વિશ્લેષણ કરવા અને નિદાન કરવા માટે એક અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. યુડબલ્યુએસના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, એક વ્યાપક પરીક્ષણના તબક્કા દરમિયાન આ તકનીક 98 ટકા કરતાં પણ વધારે સચોટ સાબિત થઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.