Western Times News

Gujarati News

અનામત અને મેરીટ એક બીજાથી વિપરીત નથી: સુપ્રીમ કોર્ટ

નવીદિલ્હી, ઓબીસી અનામત પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસીક ર્નિણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અનામત અને મેરીટ એક બીજાથી વિપરીત નથી.

સામાજિક ન્યાય માટે અનામત જરૂરી છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ કોલેજાેમાં એમબીબીએસ,બીડીએસ અને તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં ૨૭ ટકા ઓબીસી અનામતને બંધારણીય રીતે સમર્થન આપ્યું છે. જાે કે કોર્ટે પહેલા જ આ આદેશ આપી દીધો હતો, પરંતુ આજે કોર્ટે તેના પર પોતાનો વિગતવાર ર્નિણય સંભળાવ્યો છે.

સુપ્રીમ કોર્ટનો આજનો ર્નિણય સૌથી મહત્વનો ગણવામાં આવે છે. આ ર્નિણયમાં સામાજિક ન્યાય વિશે વાત કહેવામાં આવી છે. વિશિષ્ટ અભ્યાસક્રમોમાં અનામતનો સામાન્ય રીતે વિરોધ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આવા અભ્યાસક્રમોમાં કોઈ અનામત હોવી જાેઈએ નહીં. અનામત આપવાથી મેરિટ પર અસર થાય છે. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે આ વિચાર પર મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે મેરિટ અને અનામત એકબીજાની વિરુદ્ધ નથી. ખરેખર સામાજિક ન્યાય માટે અનામત જરૂરી છે.

અન્ય એક કેસમાં, સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકારને અન્ય પછાત વર્ગો (ઓબીસી) સંબંધિત ડેટા અન્ય પછાત વર્ગો કમિશન સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો, જેથી તેઓની સત્યતા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં તેમની રજૂઆતની ચકાસણી કરી શકાય.

સર્વોચ્ચ અદાલતે રાજ્ય પછાત વર્ગ આયોગ ને રાજ્ય સરકાર પાસેથી માહિતી પ્રાપ્ત કર્યાના બે અઠવાડિયામાં સંબંધિત સત્તાવાળાઓને તેનો વચગાળાનો અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.