Western Times News

Gujarati News

એલર્ટ: અમદાવાદના કેમિકલ માફિયા પર પોલીસ અને જીપીસીબીની વોચ

પ્રતિકાત્મક

સુરત ગેસ લીકેજકાંડના પડઘા અમદાવાદ સુધી પડ્યા: શહેર ફરતે આવેલી જીઆઇડીસીમાં ગેરકાયદે કેમિકલ ઠાલવતા માફિયા વિરૂદ્ધ કાર્યવાહી થશે

અમદાવાદ, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (જીપીસીબી)ના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની છત્રછાયા હેઠળ કેમિકલ માફિયાઓ એટલી હદે ઝેરી કેમિકલ ઠાલવી રહ્યા છે કે જેના કારે પ્રદૂષણ તો ફેલાઇ જ રહ્યું છે તેની સાથે લોકોની જીંદગી પણ હોમાઇ રહી છે.

સુરતની સચીન જીઆઇડીસીમાં તાજેતરમાં કેમિકલ ઠાલવતાં બનેલી ગેસ લીકેજની ઘટનાથી ગુજરાતમા હાહાકાર મચી ગયો હતો. આવી ઘટના ફરી બને નહિ તે માટે જીપીસીબી તેમજ પોલીસ સફાળી જાગી છે અને અમદવાદ સહિત અલગ અલગ જગ્યા પર આવેલી જીઆઇડીસીમાં વોચ શરૂ કરી દીધી છે.

છઠ્ઠી જાન્યુઆરીના રોજ સવારે ૪.૨૫ કલાકે ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે સુરતની સચીન જીઆઇડીસીનાટ્ઠ નોટિફાઇડ વિસ્તારમાં એક ટેન્કર દ્વારા ગેરકાયદે રીતે કેમિકલ ખાડીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. તે સમયે કેમિકલનો ઝેરી ગેસ લીકેજ થયો હતો. જેમાં વિશ્વ પ્રેમ ડાંઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલના મજૂરો બેભાન થઇ ગયા છે. ફાયરબ્રિગેડને મળેલા કોલ બાદ તે તેમજ પોલીસ અને એમ્બ્યુલન્સના ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

બેભાન થઇ ગયેલા તમામ મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં છ લોકોના કરૂણ મોત થયા હતા. આ ઘટના બાદ કેમિકલ માફિયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખુલ્લી પડી હતી. સુરત પોલીસ કમિશનર દ્વારા આ મામલે સચીન જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ સહિત એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

જ્યારે અન્ય ૧૪ પોલીસ કર્મચારીઓને ટ્રાફીક અને હેડ ક્વાર્ટરમાં બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. બીજી તરફ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારી પરાગ દવેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મુંબઇની કંપનીએ વડોદરાની કંપનીને પ્રતિ લિટર રૂ.૧૪નાં ભાવે ૨૫,૦૦૦ લિટર કેમિકલ નિકાલ કરવાનું કામ સોંપ્યું હતું. આ કંપનીના ભાગીદારે પ્રતિ લિટર રૂ.૧૪નો ખર્ચ બચાવવા સચીન જીઆઇડીસીની ખાડીમાં કેમિકલ ઠાલવી દીધુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.