Western Times News

Gujarati News

ગુજરાતની આ નગરપાલિકાએ ભૂગર્ભ ગટર વેરો ૩૦% ઘટાડ્યો

પ્રતિકાત્મક

નવા નાણાંકીય વર્ષથી ભૂગર્ભ ગટર વેરો ૭૦૦ રૂપિયા ભરવાનો રહેશે

ગોંડલ, ગોંડલ નગરપાલિકા દ્વારા આશરે ૩ થી ૪ વર્ષ પહેલા આશરે કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં ભૂગર્ભ ગટર બિછાવવામાં આવી હતી ત્યારબાદ ગત વર્ષથી રાજય સરકારના પરિપત્ર મુજબ ભૂગર્ભ ગટર વેરો ઉઘરાવવાનો શરૂ કરાતા શહેરભરમાં રોષ હતો

જેના પગલે ધારાસભ્ય અને નગરપાલીકા તંત્ર દ્વારા રાજય સરકારને રજૂઆત કરવામાં આવતા સરકાર દ્વારા વેરા ઘટાડાની મંજૂરી અપાતા આગામી નાણાકીય નવા વર્ષથી લોકોને ભૂગર્ભ વેરામાં ૩૦ ટકાની રાહત કરી આપવામાં આવશે.

વેરા ઘટાડા અંગે નગરપાલિકા પ્રમુખ શિતલબેન સમીરભાઈ કોટડીયા, ઉપપ્રમુખ સંજયભાઈ ધીણોજા અને કારોબારી અધ્યક્ષ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજય સરકારના પરિપત્ર મુજબ ભૂગર્ભ વેરો ઉઘરાવવો ફરજિયાત હોય છે,

પરંતુ કોરોના કાળમાં લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થયેલ હોય નગરપાલિકા તંત્ર દ્વારા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા અને ગાંધીનગર મુખ્યમંત્રી તેમજ પ્રાદેશિક નિયામક કચેરીને વેરો ઘટાડવા અંગે રજૂઆત કરવામાં આવતા સરકાર દ્વારા ભૂગર્ભ ગટર વેરામાં ૩૦ ટકા ઘટાડાની મંજૂરી આપવામાં આવી હતી

જેના પરિણામે રૂપિયા ૧૦૦૦ ની જગ્યાએ લોકોએ આગામી એપ્રિલથી શરૂ થતાં નવા નાણાંકીય વર્ષથી ભૂગર્ભ ગટર વેરો ૭૦૦ રૂપિયા ભરવાનો રહેશે. ગટર જાેડાણની ફી રૂપિયા ૧ર૦૦માંથી ઘટાડીને રૂપિયા ૧૦૦ કરવામાં આવી છે.

આ ઉપરાંત મંદિર, મસ્જિદ, દરગાહ, ગુરુદ્વારા, સ્મશાનગૃહને વેરામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. શહેરમાં બાકી રહેલા ગટર જાેડાણવાળા રહેઠાણને નગરપાલિકા રૂપિયા ૭પ૦૦ સુધીનો ખર્ચ ભોગવી જાેડાણ કરી આપશે, રહેવાસીએ માત્ર રૂ.૧૦૦ જાેડાણ ફોર્મ પેટે ભરવાના રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.