Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનઃ વિદેશી મદદ ન મળતા હાલત દયનીય, માન્યતા આપવા મુસ્લિમ દેશોને અપીલ કરી

કાબુલ, અફઘાનિસ્તાનની સરકાર પાસેથી સત્તા છીનવી લઇ તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જાે કરે લાંબો સમય વીતી ચૂક્યો છે. પરંતુ હજુ સુધી એકપણ દેશે તાલિબાન સરકારને સત્તાવાર સરકાર તરીકે માન્યતા આપી નથી. સ્થિતિ એ છે કે મોટેભાગે વિદેશી મદદ પર આધારિત રહેતું અફઘાનિસ્તાન હવે તળીયા ઝાટક થઇ ચૂક્યુ છે. અને હવે તાલિબાન સરકારે મુસ્લિમ દેશોને અપીલ કરી રહી છે કે તેમને માન્યતા આપવામાં આવે, જેથી તેમને વિદેશી મંદદ મળતી થાય .

અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને હજુ સુધી કોઇપણ દેશે માન્યતા નથી આપી.. તેની અસર એ થઇ રહી છે કે આંતરરાષ્ટ્રીય મદદ પર ર્નિભર આ દેશ આર્થિક વિનાશની કગાર પર પહોંચી ગયો છે.તાલિબાને મુસ્લિમ દેશોને અપીલ કરી છે કે તેઓ તેમની સરકારને માન્યતા આપવાની શરૂઆત કરે. તાલિબાન સરકારમાં પ્રધાનમંત્રી મહોમ્મદ હસન અખુંદે કાબુલમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન મુસ્લિમ દેશોને આ અપીલ કરી. પ્રેસ કોન્ફરન્સમાં અખુંદે કહ્યું કે જાે મુસ્લિમ દેશો તેમની સરકારને માન્યતા આપવાની શરૂઆત કરશે તો તેમને વિશ્વાસ છે કે અફઘાનિસ્તાનનો ખુબજ ઝડપથી વિકાસ થશે..

તેમણે એમ પણ કહ્યું કે અમારે માન્યતા અમારા અધિકારીઓ માટે નહીં પરંતુ અમારી જનતા માટે જાેઇએ છે.. અખુંદે વધુમાં કહ્યું કે તાલિબાને શાંતિ અને સ્થિરતાની સ્થિતિનું નિર્માણ કરીને તેમની સરકારને માન્યતા મેળવવા આવશ્યક તમામ જરૂરીયાતોને પૂરી કરી છે. છતા હજુ દુનિયાના એકપણ દેશે તાલિબાન સરકારને માન્યતા નથી આપી. અને તેની અસર એ છે કે આ દેશ વિકટ આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે તાલિબાને સત્તા છીનવી લીધા બાદ પશ્ચિમી દેશોએ અફઘાનિસ્તાનને આર્થિક મદદ પર રોક મુકી દીધી છે. સાથે-સાથે વિદેશોમાં અફઘાન સરકારની અરબો ડોલરના મુલ્યની સંપતિને પણ ફ્રિઝ કરી દેવાઇ છે.

હવે દુનિયાના મોટાભાગના દેશો એ જાેવા માંગે છે કે સત્તાના પહેલા કાર્યકાળ દરમ્યાન માનવ અધિકારોના ઉલ્લંઘન માટે બદનામ તાલિબાન આ વખતે અધિકારોને લઇને કઇ રીતે વર્તે છે.

તાલિબાને ઇસ્લામી શરિયા કાયદાને લાગુ કરવામાં થોડી નરમાશના સંકેત આપ્યા છે. પરંતુ મહિલાઓની સ્થિતિ હજુ ચિંતાજનક છે. સરકારી નોકરીઓમાંથી હજુ પણ મોટેભાગે મહિલાઓને દુર રખાઇ છે. અને કન્યાઓ માટે માધ્યમિક સ્કૂલ દેશના મોટાભાગના હિસ્સામાં બંધ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.