Western Times News

Gujarati News

ભરૂચમાં કોરોનાની ત્રીજી લહેરમાં માત્ર ૬૩ દિવસમાં આંકડો ૨૦૦૦ને પાર

ભરૂચ, ભરૂચ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં રોજે રોજ સરેરાશ ૨૦૦ થી ૩૦૦ પોઝિટિવ કેસ નોંધાવવા સાથે ત્રીજી વેવ સૌથી ઝડપી સાબિત થઈ રહી છે. માત્ર ૬૩ દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો ૨૦૦૦ ને પાર કરી ગયો છે. જ્યારે પેહલી લહેરમાં ૧૬૯ અને બીજી ઘાતક લહેરમાં ૨૦૦૦ સંક્રમિત કેસોનો આંક ૧૦૦ દિવસે પાર થયો હતો.

જિલ્લામાં રોજે રોજ કોરોના સંક્ર્મીતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે પહેલી અને બીજી લહેર કરતા ત્રીજી લહેરમાં કેસોમાં ખુબ મોટો ઉછાળો જાેવા મળ્યો છે. ભરૂચ જીલ્લામાં માત્ર ૬૩ દિવસમાં પોઝીટીવ કેસનો આંકડો ૨૦૦૦ ને વટાવી ગયો છે.

ત્રીજી લહેર નવેમ્બર મહિનાના અંત ભાગમાં શરૂ થઇ ગઈ હતી. જાેકે વહીવટી તંત્ર દ્વારા જુલાઈથી જ થર્ડ વેવ હેઠળ ગણતરી શરૂ કરી દેવાઈ હતી. અને ધીમે ધીમે કેસો આવતા ગયા હતા. પોઝિટિવ ૧ કેસથી શરુ થયેલ કોરોનાની ત્રીજી લહેરમાં અચાનક જ ખુબ મોટો ઉછાળો આવી ગયો અને રોજના ૨૦૦ થી ૩૦૦ કેસો નોંધાવા માંડ્યા.

ભરૂચ જીલ્લામાં જાે પ્રથમ અને બીજી લહેરની વાત કરીએ તો જીલ્લામાં સૌથી પહેલો કેસ ૮ એપ્રિલ ૨૦૨૦ માં નોંધાયો હતો. જે બાદ તેમાં વધારો થયો હતો. પ્રથમ લહેરમાં સપ્ટેમ્બર માસના અંત ભાગમાં કોરોનાના કેસો ૨૦૦૦ ને આંબી ગયા હતા. પ્રથમ લહેરમાં ૨૦૦૦ નો આંકડો પાર કરતા ૧૬૯ દિવસનો સમય લાગ્યો હતો.

બીજી લહેરમાં ભરૂચ જીલ્લામાં ૧૦૦ દિવસોમાં કેસોની સંખ્યા ૨૦૦૦ ને પાર થઇ ગઈ હતી. આ બંને લહેર કરતા ત્રીજી લહેર ઝડપની ગતિએ વધુ ખતરનાક સાબિત થઇ રહી છે. કારણ કે જીલ્લામાં માત્ર ૬૩ દિવસમાં જ આ કોરોના પોઝીટીવ વ્યક્તિઓનો આંકડો ૨૦૦૦ ને પાર થઇ ચુક્યો છે.

જાે કે આ ત્રીજી લહેરમાં મૃત્યુ આંક બીજી લહેર કરતા ખૂબ જ નહીવત છે તેમ કહી શકાય.તો જે લોકો સંક્રમિત થઇ રહ્યા છે તેઓ હોમ કવોરંટાઇન રહી ને જ સાજા થઇ રહ્યા છે. જીલ્લામાં મોટા ભાગના લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લઇ લીધા છે. હોસ્પિટલાઈઝેશન, ઓક્સિજન અને વેન્ટિલેટરની પણ હજી સુધી કોઈ ખાસ જરૂરિયાત વર્તાઈ રહી નહિ હોવાનું હાલ રાહતરૂપ છે. જેના કારણે કોરોનાની અસર વ્યાપક જાેવા મળતી નથી. પરંતુ જે રીતે કોરોનાના કારણે લોકો સંક્રમિત થઇ રહ્યા છે તે ચિંતા ઉપજાવનાર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.