Western Times News

Gujarati News

મધ્યપ્રદેશની સરકારે દારૂની કિંમતમાં ૨૦ ટકાનો ઘટાડો કર્યો

પ્રતિકાત્મક

ભોપાલ, મધ્ય પ્રદેશની શિવરાજ સરકાર નવી એક્સાઇઝ પોલીસી લઇને આવી છે, જેમાં ભાજપ સરકારે દારૂડિયાઓને મજ્જા મજ્જા કરાવી દીધી છે.મંગળવારે મળેલી કેબિનેટ બેઠકમા હેરીટેજ લીકર પોલીસીને મંજૂરી આપી દેવામાં આવી છે.

ભાજપ સરકારે દારૂના ભાવમાં ૨૦ ટકાનો ઘટાડો કરી દીધો છે, એટલું જ નહી અન્ય પણ કેટલીક છુટછાટો આપી છે જે શરાબનું સેવન કરનારા લોકોને મજા પડે તેવી છે. જાે કે તરત ખુશ ન થઇ જતા આ પોલીસી હજુ ૧ એપ્રિલ ૨૦૨૨થી મધ્ય પ્રદેશમાં લાગૂ કરવામાં આવશે.

શિવરાજ સરકારે એરપોર્ટ અને મોલ્સમાં શરાબના રિટેલ વેચાણને પરવાનગી આપી છે અને ૧ કરોડથી વધારે વાર્ષિક આવક ધરાવતા લોકોને ઘરે જ બાર બનાવવાનું લાયસન્સ પણ આપશે.

શિવરાજ સરકારે દારૂનું વેચાણ વધારવા અને વધારેમાં વધારે રેવેન્યૂ વસુલવા માટે નવી એક્સાઇઝ પોલીસી અને હેરીટેજ લીકર પોલીસ ૨૦૨૨-૨૩ને મંજૂરીની મહોર મારી દીધી છે. આ પોલીસી લાગૂ કરવા પાછલ સરકારનો તર્ક એવો છે કે આને કારણે ગેરકાયદે શરાબનું ઉત્પાદન અને વેચાણ તથા રેવેન્યૂ ચોરી પર બ્રેક લાગશે.

નવી પોલીસી લાગૂ થયા પછી મધ્ય પ્રદેશમાં અંગ્રેજી અને દેશી દારૂની બોટલ પર જે સ્ઇઁ હશે તેમાં ૨૦ ટકાની છૂટ મળશે. નવી પોલીસી લાગૂ થયા પછી લોકોને હોમ બારનું લાયસન્સ પણ મળશે.

સાથે ઇંદોર, ભોપાલ, જબલપુર અને ગ્વાલિયરમાં પસંદગીના સુપર માર્કેટમાં ફિક્સ રેટ પર દારૂ વેચવાની પરવાનગી આપવામાં આવી છે, ઉપરાંત બધા એરપોર્ટ પર દારૂના આઉટલેટ ખોલી શકાશે. સરકારે કહ્યું છે કે મધ્ય પ્રદેશમાં જેમની વાર્ષિક આવક ૧ કરોડ રૂપિયા કરતા વધારે છે, તેમને હોમ બારનું લાયસન્સ મળશે, પણ ૫૦,૦૦૦ રૂપિયા ફી ચૂકવવી પડશે.

મધ્ય પ્રદેશમાં મળેલી કેબિનિટ મિટીંગમાં હેરિટેજ લીકર પોલીસીને પણ મંજૂરી આપવામાં આવી છે. હેરિટેજ પોલીસે હેઠળ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ પાટીલે આદીવાસીઓને મહુઆ ફુલોમાંથી પારંપારિક દારૂ બનાવવાની મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. આ પોલીસીને કેબિનેટ સબ કમિટી સમક્ષ રાખવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.