લો બોલો… કોરોનાની દવા બનાવતી કંપનીના ૮૦ ટકા શેર જોકોવિચ પાસે !
લંડન, કોરોના વેક્સિનનો ડોઝ ન લેવાને કારણે ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી હાંકી કઢાયેલા નોવાક જાેકોવિચ અંગે એક નવો ખુલાસો થયો છે. જાેકોવિચ એક મેડિકલ કંપનીનો સહસ્થાપક છે અને તેની પાસે આ કંપનીના ૮૦ ટકા શેર છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ કંપની કોરોનાની દવા બનાવી રહી છે.
કંપનીના સીઇઓએ જણાવ્યું કે જાેકોવિચ અને તેની કંપનીનો શેરધારક છે. આ દવા કંપની એવી ટેકનિક પર કામ કરી રહી છે, જેના દ્વારા વાઇરસ અને બેક્ટેરિયાથી થતી બીમારીઓની સારવાર કરી શકાશે. આ વર્ષે ઉનાળામાં ઇંગ્લેન્ડના લોકો પર આ ટેકનિકની ટ્રાયલ થઇ શકે છે.
ડેન્માર્કની કંપની કવાનટબાયરેસના સીઇઓ ઇવાન લોનકાર્વિકે જણાવ્યું, “જાેકોવિચ આ કંપનીના સ્થાપના વર્ષ ૨૦૨૦માં કરવામાં આવી હતી. જાેકોવિચ અને તેની પત્ની જેલેના પાસે આ કંપનીના લગભગ ૮૦ ટકા શેર છે. આ કંપની ડેન્માર્ક ઉપરાંત સોલ્વેનિયા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં કામ કરે છે.”
ક્વાનટબાયરેસ કંપનીના વિજ્ઞાનીઓ એક એવી ટેકનિક પર કામ કરી રહ્યા છે, જે વાઇરસ અને બેક્ટેરિયાથી થતી બીમારીઓ રોકવામાં કારગર સાબિત થશે. હાલમાં વાઇરસથી થનારી બીમારીઓ રોકવા માટે કોઇ દવા નથી. આ જ કારણે કોરોન જેવી મહામારી રોકવા માટે વેક્સિન લગાવવામાં આવી રહી છે.
ક્વાનટાબયરેસના સીઇઓએ કહ્યું, અમારો ઉદ્દેશ એક એવી ટેકનિક વિકસાવવાનો છે, જે વાઇરસ સામે લડવામાં મદદરૂપ થઇ શકે અને બેક્ટેરિયાને રોકી શકે. અમે કોવિડને એક શોકેસના રૂપમાં ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. જાે અમે કોરોનાને રોકવામાં સફળ રહીશું તો અમે અન્ય વાઇરસના મામલામાં પણ સફળ રહીશું.
ઉલ્લેખનીય છે કે કોરોના વેક્સિનનો ડોઝ ન લેવાને કારણે નોવાક જાેકોવિચને ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવા દેવામાં આવ્યો નહોતો. ઓસ્ટ્રેલિયન ઓપન શરૂ થતાં પહેલાં બે વાર દુનિયાના નંબર વન ખેલાડી જાેકોવિચના વિઝા રદ કરી દેવામાં આવ્યા હતા અને અંતમાં તેને ઓસ્ટ્રેલિયા છોડીને સ્વદેશ પાછા ફરવું પડ્યુ હતું. હવે ફ્રેંચ ઓપનમાં પણ જાેકોવિચનું રમવું શંકાસ્પદ છે. ફ્રેંચ ઓપનના આયોજકોએ કહ્યું છે કે જાે જાેકોવિચને ટૂર્નામેન્ટમાં રમવું હોય તો તેણે કોરોના વેક્સિનનો ડોઝ લેવો જ પડશે.(એન.આર.)