Western Times News

Gujarati News

હજારો ભારતીયોનો કોવિડ-૧૯ સાથે જોડાયેલો ડેટા લીક!

નવીદિલ્હી, ભારતમાં હજારો લોકોનો વ્યક્તિગત ડેટા એક સરકારી સર્વર પરથી લીક થઇ ગયો છે જેમાં તેમનું નામ, મોબાઇલ નંબર, સરનામુ અને કોવિડ ટેસ્ટ પરિણામ સામેલ છે. આ માહિતી સુધી ઓનલાઇન સર્ચ દ્વારા પહોંચી શકાય છે.

લીક થયેલા ડેટાને રેડ ફોરમની વેબસાઇટ પર વેચાણ માટે રાખવામાં આવ્યો છે, જ્યાં એક સાયબર અપરાધી ૨૦૦૦૦થી વધુ લોકોના વ્યકિતગત ડેટા હોવાનો દાવો કરી રહ્યો છે. રેડ ફોરમ પર મૂકવામાં આવેલા ડેટામાં આ લોકોના નામ, ઉંમર, લિંગ, મોબાઇલ નંબર, સરનામુ, તારીખ અને કોવિડ-૧૯ રિપોર્ટ દેખાડવામાં આવ્યા છે.

સાયબર સુરક્ષા સંશોધક રાજશેખર રાજહરિયાએ પણ ટ્‌વીટ કર્યું કે વ્યક્તિગત રીતે ઓળખ યોગ્ય માહિતી (પીઆઇઆઇ) જેમાં નામ અને કોવિડ-૧૯ પરિણામ સામેલ છે, એક સીડીએન માધ્યમથી જાહેર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ગૂગલે પ્રભાવિત સિસ્ટમથી લાખો ડેટાને ઇન્ડેક્સ કર્યા છે.

પીઆઇઆઇમાં કોવિડ-૧૯, આરટીપીસીઆર પરિણામ અને કોવિન ડેટાના નામ, એમઓબી, પેન, સરનામુ વગેરે સામેલ છે અને આ તમામ એક સરકારી સીડીએનના માધ્યમથી જાહેર કરવામાં આવી રહ્યાં છે. ગૂગલે લગભગ ૯ લાખ સાર્વજનિક-અંગત સરકારી દસ્તાવેજાેને સર્ચ એન્જિન પર મૂક્યા છે.

આ સંબંધમાં ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયને મોકલવામાં આવેલા એક ઇમેલ ક્વેરીનો કોઇ જવાબ નથી મળ્યો. રેડ ફોરમ પર શેર કરવામાં આવેલા નમૂના દસ્તાવેજથી જાણવા મળે છે કે લીક ડેટા કોવિન પોર્ટલ પર અપલોડ કરવા માટે હતો. સરકારે કોવિડ-૧૯ મહામારી અંગે જાગૃતિ પેદા કરવા અને તેના રસીકરણ કાર્યક્રમ અંગે જાગૃતિ પેદા કરવાના મામલામાં ડિજિટલ ટેક્નિકો પર વધારે પડતો ભરોસો કર્યો છે. અનેક સરકારી વિભાગ લોકોને કોવિડ-૧૯ સંબંધિત સેવાઓ અને માહિતી માટે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવા માટે ફરજ પાડે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.