Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોનાના નવા ૧૩,૮૦૫ કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં રવિવારની સરખામણીએ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં આજે નવા ૧૩,૮૦૫ નવા કેસ આવ્યા છે. તો બીજી તરફ ૧૩,૪૬૯ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૯,૩૦,૯૩૮ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોના રિકવરી રેટ પણ ઘટીને ૮૬.૪૯ ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર કોરોના રસીકરણ મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે.

રાજ્યમાં આજે ૧,૭૦,૨૯૦ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૩૫૧૪૮ કુલ કેસ છે. જે પૈકી ૨૮૪ વેન્ટિલેટર પર છે. ૧૩૪૮૬૪ નાગરિકો સ્ટેબલ છે. ૯,૩૦,૯૩૮ નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ તઇ ચુક્યા છે. ૧૦૨૭૪ નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે.

આજે કોરોનાને કારણે કુલ ૨૫ લોકોનાં મોત થઇ ચુક્યાં છે. ગુજરાતમાં કોરોનાના ૧૩,૮૦૫ કેસની વાત કરીએ તો આજે કેસમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ મોતના આંકડો આશ્ચર્યજનક રીતે વધ્યો છે અને ૨૫ના મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના ૪, ૪૪૧ કેસ નોંધાયા છે.

જ્યારે સુરતમાં નવા ૧૩૭૪ કેસ, વડોદરામાં ૩૨૫૫ , રાજકોટમાં ૧૧૪૯ કેસ, ગાંધીનગરમાં ૪૭૩, ભાવનગરમાં ૩૨૨ કેસ, જામનગરમાં ૧૮૩, જૂનાગઢમાં ૮૫ કેસ, કચ્છમાં ૨૮૨, મોરબીમાં ૨૬૭, પાટણમાં ૨૪૨ કેસ, મહેસાણામાં ૨૩૧, ભરૂચમાં ૧૯૦, નવસારીમાં ૧૬૦ કેસ, બનાસકાંઠામાં ૧૫૬, આણંદમાં ૧૫૦ કેસ, વલસાડમાં ૧૪૧, સુરેન્દ્રનગરમાં ૧૧૩ કેસ, અમરેલીમાં ૧૦૯, ખેડામાં ૮૯, પંચમહાલમાં ૭૬ કેસ, નર્મદામાં ૫૭, પોરબંદરમાં ૫૨, સાબરકાંઠામાં ૪૫ કેસ, ગીર સોમનાથમાં ૪૩, દાહોદમાં ૩૯ કેસ, તાપીમાં ૧૯, છોટા ઉદેપુર અને મહિસાગરમાં ૧૭ – ૧૭, અરવલ્લીમાં ૧૪, દ્વારકામાં ૭ કેસ, બોટાદમાં ૬ અને ડાંગ ૧ કેસ નોંધાયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં ૦૬, સુરત કોર્પોરેશન ૩, ભાવનગર કોર્પોરેશનમાં ૧, વડોદરા કોર્પોરેશનમાં ૩, રાજકોટ કોર્પોરેશનાં ૨, વડોદરામાં ૧, કચ્છમાં ૧, સુરત ૧, મહેસાણામાં ૧, વલસાડમાં ૧, નવસારીમાં ૧, જામનગર કોર્પોરેશનમાં ૩, પંચમહાલ ૧, ભાવનગરમાં ૧ સહિત કુલ ૨૫ લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.

રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૧ ને પ્રથમ ૩૪૪ ને રસીનો બીજાે ડોઝ અપાયો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૪૮૦૯ ને પ્રથમ ૧૮૭૮૯ ને રસીનો બીજાે ડોઝ ૨૨૨૩૯ ને અપાયો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૪૮૭૯૧ ને ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૨૪૯૭૨ રસીના ડોઝ જ્યારે ૫૦૩૩૫ ને પ્રીકોશન ડોઝ અપાયો છે. આ પ્રકારે કુલ ૧,૭૦,૨૯૦ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ ૯,૬૫,૧૫,૬૧૭ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.