Western Times News

Gujarati News

ચૂંટણી પંચને પોતાનું ઉત્તરદાયિત્વ અદા કરવા આદેશ સુપ્રીમ કોર્ટ આપશે તો રાજકીય ભૂકંપ સર્જાશે?!

સ્થાપિત હિતો ભ્રષ્ટાચાર કરી આર્ત્મનિભર થઈ રહ્યા છે?!

સુપ્રીમકોર્ટ ભારતના રાજકારણનો ગુનાહિત ઈતિહાસ લખાતો અટકાવવા રાજકીય પક્ષોના ગળામાં ગાળીઓ કશસે અને ચૂંટણી પંચને પોતાનું ઉત્તરદાયિત્વ અદા કરવા આદેશ આપશે તો રાજકીય ભૂકંપ સર્જાશે?!

તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે જ્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના,જસ્ટીસ શ્રી એ.એસ.બોપન્ના, જસ્ટીસ હીમાબેન કોહલીની છે તેમની સમક્ષ એક મહત્વપૂર્ણ અરજી રજૂ કરીને રાજકીય પક્ષોના ઉમેદવારો ના ફોજદારી ગુનાહિત કેસની માહિતી તેમજ આવા ઉમેદવારની પસંદગી સહિતની વિગતો જાહેર કરવા અગાઉ સુપ્રીમકોર્ટના દિશાનિર્દેશ નો ચૂંટણી પંચ અમલ કરે, પગલાં પડે એવી દાદ માગવામાં આવી રહી છે

આ ઉપરાંત એવી પણ દાદ માગવામાં આવી છે કે રાજકીય પક્ષોની વેબસાઇટ પર ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ જાહેર કરવા ઉપરાંત ચૂંટણી, પંચની એવી ખાતરી કરવાની સૂચના આપવાની માગણી કરાઈ છે કે દરેક રાજકારણી તેની વિગતો ઇલેક્ટ્રોનીક,

પ્રિન્ટ મીડિયા અને સોશ્યલ મીડિયામાં જાહેર કરે અને જાે તેનો ભંગ થાય તો તે રાજકીય પક્ષના પ્રમુખ સામે સુપ્રીમકોર્ટના આદેશના ભંગ બદલ ‘અવમાનની’ કાર્યવાહી હાથ ધરવામાં આવે. (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પરંપરાગત રાજકીય સંસ્કારની યાદ તાજી કરી દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવા રાજકારણમાં નૈતિકતાનો ઇતિહાસ લખશે?!

અમેરીકાના પ્રમુખ કેનેડીએ સરસ કહ્યું છે કે ‘‘મારા અમેરિકન બાંધવો તમે મને એ ના પૂછો કે અમેરિકા એ તમારા માટે શું કરશે? પરંતુ તમે મને એ પૂછો કે તમે અને હું ભેગા મળીને માનવજાતના સ્વાતંત્ર માટે શું કરીશું’’!! જ્યારે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે કહ્યું છે કે ‘‘જ્યાં સુધી તમે જીતવા માટે લડતા નથી ત્યાં સુધી તમે મજબૂત ટક્કર આપી શકતા નથી’’!!

વિશ્વ કક્ષાએ આપણને અનેક નેતાઓ લોકોશાહીવાદી મળ્યા તો બીજી તરફ પ્રખર ભારત માં રાજકીય નેતા ઓ નું વ્યક્તિત્વ નૈતિકતા સભર હતું પરિણામે જે તે સમયે રાજકીય ભ્રષ્ટાચાર અને યોજનાઓ મૂકી નેતાઓ દ્વારા થતા ભ્રષ્ટાચાર પર અંકુશ હતો

અને રાજકારણમાં સત્તા હાંસલ કરવા માટે ગુનાઇત માનસિકતાવાળા દુરાચારી નેતાઓને ટીકીટ આપતા રાજકીય પક્ષ સંચાલકો શરમ અનુભવતા હતા આજે આ વિશાળ દૃષ્ટિકોણ જાેવા મળતો નથી! છતાં દરેક રાજકીય પક્ષોમાં આજે પણ કેટલાક નેતાઓ છે જે સરદાર પટેલ અને ગાંધીયુગના નેતૃત્વની યાદ અપાવે છે

રાજકારણ માં થી ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે નૈતિકતા સભર જીવન શૈલી તપાસી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાજપ પક્ષમાં કેટલાક નેતાઓ પસંદ કરી ટિકિટ આપી?! અને કયા ભ્રષ્ટાસત્તાવાન્છુક અધિકારીઓની હકાલપટ્ટી કરી?!

બ્રિટીશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું છે કે ‘‘પવનની સાથે તણાવાથી નહીં પણ વિરુદ્ધ હોય ત્યારે જ પતંગો આભને આંબે છે”!! ભારતના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને બાળપણથી યુવાની સુધી માં જે રાજકીય સંસ્કાર મળ્યા એ તેમના જીવનની નાજુક પળો હતી!!

જે લોકોના તે સંપર્કમાં આવ્યા તે સંદર્ભે તેમની વિચારધારા મજબુત બની પરિણામે શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાજકીય સંસ્કાર શ્રી ની પરિભાષા તેમના અનુભવ સાથે બદલાતી રહી છે ગરીબી સાથે સંઘર્ષ એ તેમના જીવન નું મહત્વ નું ચાલક બળ હતું તેમની શૈક્ષણિક કારકિર્દી પણ સંઘર્ષમય રહી

પરંતુ પોતાની આગવી રાજકીય કોઠાસુજ થી રાજકીય બાજી ચીપી તેને લઈને તેઓ ગુજરાત ના મુખ્યમંત્રી થી ભારત ના વડાપ્રધાન પદ સુધી પહોચી શક્યા પરંતુ જયારે તેમણે વિશ્વ કક્ષા એ શસ્ત્રો ની સોદાબાજી જાેઈ તેમાંથી તેમને ‘આર્ત્મનિભર’ ભારત નો વિચાર આવ્યો એવું જણાય છે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકીય ભ્રષ્ટાચાર અટકાવવા ‘ખાતો નથી અને ખાવા દેતો નથી’ કહ્યું પછી ભ્રષ્ટાચાર દુરાચાર થી વ્યથિત પ્રજાને કાળા નાણાં નાબુદીની વાત કરી!!

પછી સમગ્ર વિશ્વને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ દેખાતા તેમણે ‘આર્ત્મનિભર ભારત’ ની વાત મૂકી?! ને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સત્તાવાંછુકો નેતાઓને આગળ કરી વિશ્વકક્ષા ભારત ની પ્રતિભા ઉજાગર કરવા પ્રયત્ન કર્યો પરંતુ ભારતના વિવિધ રાજ્યો માં પોતાનું પ્રભુત્વ સ્થાપવામાં ક્યાંક મહાત્મા ગાંધી,

સરદાર પટેલ અને ભીમ રાવ આંબેડકર ની રાજકીય નૈતિકતાને ઉજાગર કરવા નો મોટો પડકાર ઝીલવા માં સફળ ન જણાતા અને ‘જાે જીતા વહી સિકંદર’ ની રાજનીતિમાં રાજકીય આટાપાટામાં ટિકિટ આપવામાં જે નૈતિકતા જાળવી ન શક્યા પરિણામે દેશમાં આજે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને દુરાચાર ફેલાયો છે! જેને લઈને ભારત સુપ્રીમકોર્ટઆ મુદ્દે રાજકારણ માંથી ગુનાઈત માનસિકતા દુર કરવા નેતૃત્વ હાથ માં લીધું હોવાનું જણાય છે

સંઘર્ષમય જીવન એ એમના જીવનનો પાયો હોય તેવી વ્યક્તિ રાજકીય જાહેરજીવનમાં પડીને સત્તાવાન્છુક હોવા છતાં તે રાજકીય નૈતિકતાની હત્યા કરી શકતી નથી તેનું ઉદાહરણ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ઠાકોર છે?!
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહેલું છે કે ‘‘તમે જાણવા માંગો છો તમે કોણ છો

તમે પૂછો નહીં કાર્ય આરંભી દો કાર્યનો અમલ જ કઈ બતાવશે કે તમે કોણ છો’’! જેમણે પોતાના માતા-પિતાના સંઘર્ષમય જીવનને પોતાના માસુમ બાળપણની સંવેદનાસભર નજરથી જેણે નિહાળ્યું અને માતા-પિતાના સાથે જેમણે યુવાનીને સ્પર્શ કર્યો હોય અને કુદરતી તેમની નેતૃત્વ કરવાની તક મળતી હોય

તેવી વ્યક્તિ ગમે તેટલી ઊંચા હોદ્દા પર આર્ત્મનિભર ની સાથે આગળ વધે તો પણ પોતાનો વ્યક્તિગત જીવનમાં સત્તા સાથે સોદાબાજી ના કરે એનું નામ માનવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પાયાના કાર્યકર થી યુવા હોદ્દા સુધી પહોંચનાર અને ધારાસભા થી સંસદ સુધી પોતાનો ઉત્તરદાયિત્વ નિભાવનાર શ્રી જગદીશભાઈ ઠાકોર ની કોંગ્રેસ પ્રત્યે ની વફાદારી ના કદર રૂપે કોંગ્રેસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા

એ કોઈ નાનકડી રાજકીય સફળતા નથી!! એક બાબત પણ અત્રે નોંધનીય છે કે ગુંડારાજ સામે ઝૂકવું નહીં અને સત્ય માટે સંઘર્ષ કરતા વ્યક્તિઓ સાથે ઊભા રહેવું એ તેમની આગવી રાજકીય પ્રતિભા છે ત્યારે રાજકારણમાં નૈતિકતા મૂલ્યનિષ્ઠા માનવતા અને મિત્રતાને તેમના જીવનમાં ઉજાગર કરી છે તેમનું સિદ્ધાંતિક સંઘર્ષ નું રાજકારણ રહ્યું છે

આથી જાહેર જીવનમાં કોઈપણ સિદ્ધાંતિક રાજકીય સંબંધો તેમણે જીવંત રાખ્યાં છે છતાં જ્યારે ભાજપ તરફથી ૨૦૧૪માં કેન્દ્ર સરકારમાં મહત્વનું મંત્રીપદ સાથે અનેક પ્રલોભનો સાથેનું રાજકીય પેકેજ તેમની સામે મુકાયું ત્યારે તેમણે એ ઠુકરાવી દીધું હતું!!

તારે હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી જગદીશભાઈ ઠાકોર રાજકીય નેતા સાથે કોંગ્રેસના મજબૂત કરવાનો બેવડો પડકાર ઝીલી રહ્યા છે સાથે કોંગ્રેસના વફાદાર સૈનિકોની સુરક્ષા માટે ધનુષ્ય ટંકાર કર્યો છે આ તેમની આગવી રાજકીય પ્રતિભા છે ત્યારે ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એન.વી.રમના, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ હીમાબેન કોહલીએ ગુનાખોર તત્વોને ટિકિટ આપવા પ્રત્યે વ્યક્ત કરેલી નારાજગી તરફ કોંગ્રેસ અને ભાજપના નેતાઓનું વલણ એ તેમની રાજકીય પરીક્ષા હશે

‘જીવન એક સંઘર્ષ છે’ તેના અહેસાસ સાથે જાહેર જીવનમાં આગળ આવેલા જગદીશભાઈ ઠાકોર વ્યક્તિગત જીવન ની નૈતિકતા ના પ્રાણ કોંગ્રેસમાં પૂરશે?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.