Western Times News

Gujarati News

મોઘવારીથી હું પરેશાન છું, અનેક રાતોથી હું શાંતિથી ઊંઘ પૂરી ન કરી શક્યો: ઇમરાન

imrankhan-to-be-arrested-anytime

ઇસ્લામાબાદ, હાલમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને રાતે ઊંઘ નથી આવતી. તેણે તેનું કારણ જણાવતા ‘આપ કા વઝીર-એ-આઝમ, આપ કે સાથ’ કાર્યક્રમમાં કહ્યું કે, પાકિસ્તાનમાં બેકાબૂ મોઘવારીથી હું પરેશાન છું. અનેક રાતોથી હું શાંતિથી ઊંઘ પૂરી ન કરી શક્યો. સાથે જ કાર્યક્રમમાં પાકિસ્તાનનાં સામાન્ય નાગરિકોના અનેક પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. તેણે દેશમાં મોંઘવારી માટે ગત સરકાર પર નિશાનો સાધ્યો હતો.

મોંઘવારી વિશે ઇમરાન ખાને કહ્યું કે, ‘એક વસ્તુ જે મને રોજ રાતે ઊંઘવા નથી દેતી એ વસ્તુ મોંઘવારી છે.’ વર્તમાન સમયમાં પાકિસ્તાનના અનેક મીડિયા સંસ્થાઓ ખૂબ સારી રીતે કામ કરી રહી છે. પરંતુ અનેક લોકો માત્ર નકારાત્મકતા ફેલાવે છે.

તેણે વધુમાં કહ્યું કે, ‘મોંઘવારી આ સમયે સમગ્ર વિશ્વમાં છે. મોંઘવારી માત્ર પાકિસ્તાનનો મુદ્દો નથી. મોંઘવારી બે રીતે થઇ. એક તો જ્યારે અમને સત્તા મળી…. આપણે જ્યારે દુનિયાને વસ્તુઓનું વેચાણ કરતા અને વસ્તુઓની ખરેદી કરતા હતા. એની કિંમતીમાં એટલો અંતર હતો કે પાકિસ્તાનનાં ઇતિહાસમાં સૌથી મોટો કરંટ એકાઉંન્ટ ઘાટામાં ગયું. આપણા પર તમામ પ્રેશર પડ્યું અને રૂપિયાની કિંમત ઘટી ગઈ.

એના કારણે વસ્તુઓ મોંઘી થઇ. કોરોના મહામારીના કારણે વિશ્વમાં નિર્યાત ઓછી થઇ આ પણ મોંઘવારી વધવાનું બીજું કારણ છે. પાકિસ્તાનની જેમ જ બ્રિટન અને વિશ્વના અનેક દેશો મોંઘવારીની મારને સહન કરી રહ્યા છે.’

ઇમરાન ખાનની સરકારના વિરોધમાં પાકિસ્તાનની વિપક્ષ પાર્ટી ૨૩ માર્ચનાં રોજ વિરોધ યાત્રા કાઢશે. જેના સંદર્ભમાં તેણે કહ્યું કે, વિપક્ષને જનતા સારી ઓળખી ગઈ છે. વિપક્ષને ચેતાવણી આપતા કહ્યું કે, જાે હું રસ્તાઓ પર નીકળીશ તો તમને(વિપક્ષ) છુપવા માટે જગ્યા મળશે નહી. કેમ કે લોકો તમને ઓળખી ચુક્યા છે.

જે દેશમાં ગત ૩૦-૩૫ વર્ષોમાં, લોકોને માત્ર તમારી તરફ બતાવવાનું છે અને તમે જાેશો કે અર્ધા લંડન ભાગી ગયા અને બાકી પણ ત્યાંજ જાય છે. ઇમરાન ખાને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર નિશાનો સાધતો કહ્યું કે, ‘તેણે માત્ર પૈસાઓ સાથે પ્રેમ છે. હું પ્રાર્થના કરું છું કે એ કંઈ પણ રીતે દેશમાં ફરીથી આવી જાય.’

હાલ નવાઝ શરીફ લંડનમાં છે. એમના પર મની લોન્ડ્રીગ સાથે સંબંધિત કેસ ચાલુ છે અને તે પાકિસ્તાનની જેલમાં સજા પૂર્ણ કરી રહ્યા છે. પરંતુ ઓક્ટોબર ૨૦૧૯ માં તેમની તબિયત લથડતા તેણે લાહોર હાઈકોર્ટે જમાનત આપી દીધી અને તેઓ સારવાર કરવા માટે લંડન ચાલ્યા ગયા. ત્યારબાદથી જ પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે તેણે દેશમાં લાવવાના પ્રયત્નો કરી રહી છે. પરંતુ નવાઝ શરીફ હાલમાં લંડનમાં જ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.