Western Times News

Gujarati News

લેસ્બિયન ભૂમિ પેડનેકર સાથે લગ્ન કરશે રાજકુમાર રાવ

મુંબઇ, રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘બધાઈ દો’નું રોમાંચક ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. કોમેડીથી ભરપૂર ફિલ્મનું આ ટ્રેલર જાેઈને લાગે છે કે આ ફિલ્મ દર્શકોને પસંદ આવશે. ૨ મિનિટ ૪૬ સેકન્ડના આ ટ્રેલરમાં તમામ નિપુણ કલાકારોની જબરદસ્ત એક્ટિંગ જાેવા મળે છે.

ફિલ્મના ટ્રેલર પરથી કહેવામાં આવ્યું છે કે તે ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટ્રેલર પરથી ખબર પડી રહી છે કે ભૂમિ પેડનેકર એક એવી છોકરીના રોલમાં છે જેને છોકરાઓમાં કોઈ રસ નથી અને પછી તે રાજકુમાર રાવ સાથે લગ્ન કરે છે.

બીજી તરફ, રાજકુમાર રાવ ફિલ્મમાં એક પોલીસવાળાઇ ભૂમિકામાં જાેવા મળે છે અને ભૂમિ સાથે ૩ વર્ષથી લગ્ન કરવા માંગે છે, અંતે ભૂમિ અને રાજકુમાર પોતાનું સત્ય કહે છે અને બંને લગ્ન કરી લે છે. ફિલ્મમાં રાજકુમાર રાવ મૂછમાં જાેવા મળશે. ફિલ્મમાં ભૂમિના પાત્રનું નામ સુમી છે જે પીટી ટીચર છે અને દેશ માટે રમવા માંગે છે. તે જ સમયે, રાજકુમાર રાવના પાત્રનું નામ શાર્દુલ છે. ફિલ્મમાં બંનેના લગ્ન થયા બાદ પરિવાર તેમને ફેમિલી પ્લાન કરવાનું કહે છે અને ફિલ્મ આની આસપાસ ફરે છે.

આ ફિલ્મ ૨૦૧૮માં આયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની ‘બધાઈ હો’ની સિક્વલ છે પરંતુ તેના પાત્રો અને વાર્તા સંપૂર્ણપણે અલગ છે. ફિલ્મ ‘બધાઈ દો’માં સીમા પાહવા, શીબા ચઢ્ઢા, લવલીન મિશ્રા, નીતિશ પાંડે, શશિ ભૂષણ પણ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ગહરાઇયાં’ આ ફિલ્મને ટક્કર આપશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર પણ ૧૧ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી પણ મુખ્ય ભૂમિકામાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.