Western Times News

Gujarati News

સોમનાથ મંદિર ખાતે 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

સોમનાથ મંદિર ખાતે 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ટ્રસ્ટી પ્રો.જે ડી પરમાર સાહેબના હસ્તે યોજાયેલ હતો. શ્રી સોમનાથ તિર્થ રાષ્ટ્રીય તીર્થધામ છે, જે દેશના માનબિંદુ સમાન છે. આજે સોમનાથ દર્શનાર્થે આવનાર યાત્રીકો આ રાષ્ટ્રીય તિર્થ ખાતે ધર્મ ધ્વજ અને રાષ્ટ્ર ધ્વજના દર્શન કરી ધન્ય બનેલા હતા.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવેલ, જે કાર્યક્રમ ટ્રસ્ટી શ્રી જે ડી પરમાર સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયેલ,  તેઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ, ત્યાર બાદ ભારતમાતા ની વંદના અને સરદારવંદના તથા પુષ્પાંજલી કરવામાં આવેલ હતી.

જેમાં સોમનાથ મંદિર સુરક્ષા જવાનો, સોમનાથ ટ્રસ્ટ સીક્યોરીટી સ્ટાફ, કો-ઓર્ડિનેટર ડો.યશોધરભાઇ ભટ્ટ, ભાવેશભાઇ વેકરીયા, કન્સલ્ટન્ટ સુરેશભાઇ જાની, કીરીટભાઇ ભીમાણી, ટ્રસ્ટના એક્ઝીક્યુટીવ ઓફિસર, જનરલ મેનેજર સહિત જોડાયા હતા.

આ પ્રસંકે પ્રજાજોગ સંદેશ આપતા ટ્રસ્ટી જે ડી પરમાર સાહેબે જણાવેલ કે 1947 થી આજદિન સુધી સોમનાથ ખાતે જે પ્રગતી થયેલ તેઓ તેમના પ્રસંગ શાક્ષી છે, દેશની પણ આ રીતે પ્રગતી થઇ રહેલ છે. લોકો ને દેશ ભક્તિ માટે જાગૃત થવા આવાહન કરેલ, દેશની આન-બાન-શાન ની જાળવણી નૈતિક ફરજ સમજી આપણે કરવી તે અંગે સંદેશ આપેલ.

સાથે આપણા જીવનમાં પ્રજાસતાક શબ્દ કેટલો મહત્વનો છે તેની વિસ્તૃત સમજ આપેલ હતી.સોમનાથ મહાદેવ ને સાંજ ના વિશેષ ત્રીરંગો પુષ્પો નો શૃંગાર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.