Western Times News

Gujarati News

ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટી જુઠ્ઠી રવીના ટંડન, એવું કયા દિગ્ગજ એકટરે કહ્યું

મુંબઈ, બોલિવૂડમાં અવારનવાર વિવાદો સામે આવતા હોય છે. ઘણા શરમજનક કિસ્સા આપણા મન અને મગજને આઘાત પહોંચાડે છે. જાેકે, અમુક કલાકારો વિવાદથી ખૂબ દૂર રહે છે.

આવા કલાકારોમાં અજય દેવગનનું નામ છે. તેની સાથે વિવાદો સંકળાયેલા નથી. જાેકે, વર્ષો પહેલા તે એક ગંભીર વિવાદમાં સપડાયો હતો. આ વાત ૯૦ના દાયકાની છે. ૯૦ના દાયકામાં અજયનું નામ ઘણી કો-સ્ટાર સાથે જાેડાયું હોવાનું ચર્ચાય છે.

અલબત્ત, ૧૯૯૯માં કાજાેલ સાથે લગ્ન થયા બાદ આવી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. અભિનય કારકીર્દિના શરૂઆતના વર્ષોમાં અજય અને રવિના ટંડનના સંબંધો અંગે ઘણી ચર્ચાઓ વહેતી થઈ હતી. પરંતુ અજયે જુલાઈ ૧૯૯૪માં ફિલ્મફેર મેગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યુમાં રવિના પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

ત્યારબાદ વિવાદ છેડાયો હતો. અજય દેવગણે જણાવ્યું હતું કે, રવીના ટંડન આખી ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટી જુઠ્ઠી છે અને તેણે સારા મનોચિકિત્સકની સલાહ લેવાની જરૂર છે. હું તેના પાયાવિહોણા આરોપો સહન કરી રહ્યો છું,

જાે હું તેના રહસ્યો સામે લાવવાનું શરૂ કરીશ તો રવીના કોઈને મોઢું નહીં બતાવી શકે. અજયની આ કોમેન્ટ રવીના ટંડને તેના પર ડેટિંગ અને પછી કરિશ્મા કપૂર માટે તેને ચિટ કરવાનો આરોપ લગાવ્યા બાદ સામે આવી હતી.

નવાઈની વાત એ છે કે, એ દિવસોમાં અજય દેવગણ, રવીના ટંડન અને કરિશ્મા કપૂર એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં. અજયે પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યું હતું કે, રવીના ટંડન ન તો મારી મિત્ર હતી કે ન તો મેં તેને ક્યારેય પ્રેમ કર્યો હતો. આ તેની કલ્પના હતી. રવીનાએ આ બધું માત્ર લાઇમલાઇટ અને પબ્લિસિટી માટે કર્યું હતું.

કેટલાક મીડિયા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, અજય દેવગન દ્વારા રવિના સાથે છેતરપિંડી કરવામાં આવ્યા બાદ તે ગંભીર ડિપ્રેસનમાં સરકી ગઈ હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, રવીનાને ઘણી ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવી હતી અને તે સમયે તેની જગ્યાએ કરિશ્મા કપૂરને લેવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.