Western Times News

Gujarati News

“મંગળવારે રજૂ થનારા બજેટમાં સામાન્ય કરદાતાને કોઈ મોટી રાહતની શકયતા નથી!!”

PM briefing the media ahead of the Budget Session

આવકવેરા સ્લેબ કે દરમાં ફકત અમીરો પરના વેરા દર વધારવાની હિમ્મત કરી શકે : આડકતરા વેરામાં જીએસટી માળખાના કારણે સરકાર પર મર્યાદીત વિકલ્પ: ઉત્પાદન-સંબંધી આયાત જકાત ઘટી શકે

નવી દિલ્હી: કેન્દ્રીય બજેટમાં એક આકર્ષણ આવકવેરાના દરનું હોય છે અને તેથી મંગળવારે રજુ થનારા કેન્દ્રીય બજેટમાં હવે નાણામંત્રી વ્યક્તિગત કરદાતાને લાભ થાય કે રાહત મળે તેવા આવકવેરા કે પછી ટીડીએસ સહિતની જોગવાઈમાં ફેરફાર કરે છે અને આયાત વેરામાં કોઈ નવી નીતિ અપનાવે છે કે કેમ તેના પર સૌની નજર છે. ટોચના સરકારી સૂત્રોના સંકેત મુજબ આવકવેરાના માળખામાં કોઈ મોટા ફેરફારની શકયતા નથી.

દેશમાં આવકની અસમાનતાની સ્થિતિમાં હવે અમીરો પર ટેક્ષ સરચાર્જ આવે છે કે પછી વેરાનો મહત્વનો સ્લેબ વધારાય છે કે કેમ તેના પર નજર છે.

જો કે મળતા સંકેતો મુજબ વ્યક્તિગત આવકવેરાના દર કે સ્લેબમાં કોઈ ફેરફાર નહી થાય. નાણામંત્રીએ અગાઉ જ કોરોના કાળમાં આવકવેરાના કરદાતાઓને બેઝીક ટેક્ષ અને રૂા.5 લાખથી વધુની આવક માટે અલગ માળખું એમ બે વિકલ્પ આપ્યા છે.  PM briefing the media ahead of the Budget Session of the Parliament, in New Delhi on January 31, 2022. The Union Minister for Parliamentary Affairs, Coal and Mines, Shri Pralhad Joshi, the Minister of State for Science & Technology and Earth Sciences (I/C), Prime Minister’s Office, Personnel, Public Grievances & Pensions, Atomic Energy and Space, Dr. Jitendra Singh, the Minister of State for Parliamentary Affairs and Culture, Shri Arjun Ram Meghwal and the Minister of State for External Affairs and Parliamentary Affairs, Shri V. Muraleedharan are also seen.

સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આવકવેરા રીટર્નને સરળ બનાવવા નાની નાની ટેક્ષ રાહતોને નાબુદ કરીને સ્ટાન્ડર્ડ ડીડકશન છે તેમાં થોડો વધારો કરી શકે છે. તો બીજી તરફ હાલ જે રૂા.1.50 લાખની મુક્તિ વિવિધ રોકાણ અને વિમા પ્રીમીયમ જેવા ખર્ચ માટે છે તેમાં હવે હેલ્થ ઈુસ્યોરન્સને માટે કોઈ મોટી કરકપાતનો વિકલ્પ આપી શકે છે. સરકાર હવે વૈકલ્પિક ટેક્ષ પ્રણાલી છે તેમાં ફેરફાર કરે છે કે કેમ તે જોવું રસપ્રદ બનશે.

સરકાર કેપીટલ ગેઈન ટેક્ષ પર કેવુ વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે તો આડકતરા વેરામાં હવે જીએસટીના આગમન બાદ ભાગ્યે જ કશું કરવાનું રહે છે છતાં દેશમાં ઉત્પાદનને વેગ આપવા માટે કાચામાલ પરની આયાત જકાત ઘટાડવા અને જે ઉત્પાદન સંબંધી પ્રોત્સાહનો છે તે વધુ ક્ષેત્રોને લાભ આપશે તેવા સંકેત છે. આમ સમગ્ર બજેટમાં પ્રોત્સાહન યોજના વધુ હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.