Western Times News

Gujarati News

અમદાવાદ (પૂર્વ)RTO દ્વારા જૂની સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરુ થશે

સહાયકપ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, અમદાવાદ (પૂર્વ)ની કચેરી દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીનાનંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુકવાહનમાલિકોએ આગામી તા.૧૩ થી૧૫ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાનીરહેશે.

મોટર સાયકલ અને મોટરકારનીજૂની સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શનમાટે શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતાવાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://parivahan.gov.in/fancynumberપર આગામી

તા.૧૩ થી૧૫ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનુંરહેશે. ત્યારબાદ તા.૧૬અને ૧૭ફેબ્રુઆરી૨૦૨૨ના રોજ ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે. અને તા.૧૮ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ઈ-ઓક્શનના ફોર્મ અત્રેની કચેરીમાં જમા કરાવવાના રહેશે.

ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://parivahan.gov.in/fancynumberવેબસાઈટ પર જઈ સેલ ઇન્વોઇસની તારીખ અથવા વિમાની તારીખ એ બેમાંથી જે વહેલું હશે તે તારીખથી સાત દિવસમાં અરજી કરી દેવાની રહેશે.

અરજી કરેલ હોયતેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગલેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.

જો અરજદારએ હરાજીની પ્રકિયા પૂર્ણ થયાના પાંચ દિવસ સુધીમાં બીડનીરકમના નાણાં જમા કરાવવાના રહેશે. આ સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.