Western Times News

Gujarati News

એસટી બસોમાં ફાસ્ટેગ ન હોવાથી વધારાના ૬૯ લાખ ભરવા પડયા

અમદાવાદ, કેન્દ્ર સરકાર દ્વારા હાઈવે પર પસાર થતા તમામ ફોર વ્હીલ વાહનો માટે ફાસ્ટેગ અનિવાર્ય કરવામાં આવયું છે. તેમ છતાં રાજય સરકાર દ્વારા સંચાલિત એસટી બસોમાં જ નિગમ દ્વારા યોગ્ય રીતે ફાસ્ટેગ ન લગાવાતા નિગમને એપ્રિલ ર૦ર૧થી ઓકટોબર ર૦ર૧ સંધી ફકત ૭ મહીનામાં લગભગ ૬૯ લાખ રૂપિયાનું નુકશાન ભોગવવાનું વારો આવ્યો છે.

વધુમાં આ સમય દરમ્યાન એસટી બસો દ્વારા હાઈવે ટોલબુથ પર ફાસ્ટેગ ન હોવાથી ૧.૩૯ કરોડ રૂપિયા રોકડા ચુકવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ ભારત સરકાર દ્વારા ૧પ ફેબ્રુઆરી ર૦ર૧થી દરેક ફોરવ્હીલ વાહનોમાં ફરજીયાત ફાસ્ટેગ લગાવવાની સુચના આપવામાં આવી છે. જે વાહનમાં ફાસ્ટેગ નહીં હોય તેમની પાસેથી ટોલ પ્લાઝા પર ડબલ ફી વસુલ કરવાની પણ સુચના આપવામાં આવી હતી.

બીજી બાજુ ગુજરાત સરકાર દ્વારા બસોમાં ફાસ્ટેગ લગાવવા માટે એડવાન્સમાં ખાનગી બેક સાથે સમજુતી કરી હતી. દરેક વાહનમાં ફાસ્ટેગ લાગે તેની જવાબદારી નિગમના અધિકારીઓની હતી.પણ અધિકારીઓ દ્વારા બદઈરાદાથી દરેક વાહનમાં ફાસ્ટેગ લગાવવામાં આવેલ નથી. આ સમય દરમ્યાન બસોમાં ફાસ્ટેગ ન હોવાથી ફકત દાહોદ ડેપો દ્વારા જ ૬.૮ર લાખ રૂપિયા વધુ ચુકવવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.