Western Times News

Gujarati News

મોટેરા સ્ટેડિયમમાં પ્રેક્ષકોની હાજરી વગર મેચ રમાશે

અમદાવાદ, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અમદાવાદમાં ત્રણ વન-ડે ક્રિકેટ મેચની સીરિઝ રમાશે. ૬ ફેબ્રુઆરીએ પ્રથમ વન-ડે રમાશે જ્યારે અંતિમ વન-ડે ૧૧ તારીખે રમાશે. જાેકે, ગુજરાત ક્રિકેટ એસોસિયેશને મંગળવારે જણાવ્યું છે કે કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિને જાેતા સ્ટેડિયમમાં પ્રેક્ષકોને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ તમામ મેચો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશને ટિ્‌વટ કર્યું હતું કે, અમે વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસમાં વન-ડે સીરિઝની યજમાન કરવા માટે સજ્જ છીએ. ૬ ફેબ્રુઆરીએ રમાનરી પ્રથમ વન-ડે ઘણી જ ખાસ અને ઐતિહાસિક હશે કેમ કે ભારત તેની ૧૦૦૦મી વન-ડે રમશે.

ભારત આ સિદ્ધિ નોંધાવનારી વિશ્વની પ્રથમ ક્રિકેટ ટીમ બની જશે. જાેકે, ત્યારબાદ બીજી ટિ્‌વટમાં એસોસિયેશને પ્રેક્ષકોને મંજૂરી નહીં હોય તેવી માહિતી આપી હતી. એસોસિયેશને ટિ્‌વટ કર્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા તમામ મેચો ખાલી સ્ટેડિયમમાં રમાશે. નોંધનીય છે કે મોટેરામાં આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ વન-ડે મેચની સીરિઝ બાદ ત્રણ ટી૨૦ મેચની સીરિઝ પણ રમાવાની છે. ટી૨૦ સીરિઝ કોલકાતામાં રમાશે. જાેકે, પશ્ચિમ બંગાળ સરકારે ૭૫ ટકા ક્ષમતા સાથે પ્રેક્ષકોને મંજૂરી આપી છે. સીરિઝ માટે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બંને ટીમો અમદાવાદ ખાતે આવી પહોંચી છે.

રોહિત શર્મા આ સીરિઝ દ્વારા રોહિત શર્મા ફૂલટાઈમ વન-ડે ટીમનું સુકાની પદ સંભાળશે. ટી૨૦ વર્લ્‌ડ કપ બાદ ટી૨૦ ટીમનું સુકાની પદ છોડી દીધા બાદ બીસીસીઆઈ દ્વારા કોહલીને વન-ડે ટીમના સુકાની પદેથી હટાવી દેવામાં આવ્યો હતો અને તેના સ્થાને રોહિતને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ઈજાના કારણે રોહિત શર્મા સાઉથ આફ્રિકાના પ્રવાસે જઈ શક્યો ન હતો અને ત્યારે લોકેશ રાહુલે વન-ડે સીરિઝમાં ટીમની આગેવાની કરી હતી. જાેકે, હવે ફિટ રોહિત શર્મા ટીમનું સુકાન સંભાળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.