Western Times News

Gujarati News

ખેતી બેંકે પ૦ હજાર ખેડૂતોના ૧પ૦ કરોડના દેવાં માફ કર્યાઃ પાટીલ

(એજન્સી) ગાંધીનગર, ગુજરાતની એક માત્ર ખેડૂતો માટેની સરકારી બેક ખેતી બેકમાં ભાજપનું બોર્ડ બન્યા પછી લાંબા સમયથી અટવાયેલા પચાસેક હજાર ખેડૂતોના લેણાંનો પ્રશ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પરામર્શથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉકેલ્યો છે. ઉંચા વ્યાજે ખેડૂતોને કરાયેલી ધિરાણની બાકી રકમના મુદલના પચ્ચી ટકા રકમ હવે ખેડૂતોને ભરવાની રહેશે.

બાકીની રકમ ખેતી બેક દ્વારા માફ કરવાની જાહેરાત આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતીમાં બેકના હોદેદારોએ કરી હતી.આ સંદર્ભે સહકારી મંડળીઓ રજીસ્ટ્રાર દ્વારા દેવા માફી યોજનાનો વિધીવત રીતે ઓર્ડર કરાયો છે.

ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મીડીયાને જણાવ્યું હતું કે, ખેતી બેકમાંથી ખેડૂતોએ ધિરાણ લીધું હતું. આ ધિરાણ જે તે વખતના શાસકો દ્વારા ઉંચા વ્યાજે અપાયું હતું અને આને લીચે પચાસેક હજાર ખેડૂતો મુદલ અને વ્યાજ ભરી શકયા ન હતા. થોડા સમય અગાઉ ભાજપના ચુંટાયેલા હોદેદારોએ બેકનો વહીવટ હાથમાં લીધો ત્યારે આ મુદો સામે આવ્યો હતો.

આ સંદર્ભે વડાપ્રધાનને રજુઆત કરી ખેડૂતોને રાહત એવો રસ્તો કાઢવા વિચારણા હાથ ધરાઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે પણ પરામર્શ કરી તેનો ઉકેલ લવાયો છે. એ મુજબ જે ખેડૂતોને ખેતી બેંકના લેણાં ચુકવાવના બાકી છે એમણે બાકી રકમના રપ ટકા ભરી સંપૂર્ણ દેવા માફીની યોજના જે મંજૂર થઈ છે.

જેનાથી ગુજરાતના પ૦ હજાર ખેડૂતોને આશરે ૧પ૦ કરોડનો સીધો લાભ મળશે. ખેતી બેક માટેની દેવા માફી યોજના સંદર્ભે ખેતી બેકના ચેરમેન ડોલરભાઈ કોટેચા અને સહકારીતા સેલના સંયોજક બીપીનભાઈ પટેલે વધુ વિગતો આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.