Western Times News

Gujarati News

પેટલાદ પાલિકા સાતમા પગારપંચનો ર્નિણય કરે: હાઈકોર્ટ

૯૩ કર્મચારીઓને તફાવતની રકમ ચૂકવવા રજૂઆત

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકાના કાયમી કર્મચારીઓને ગત જાન્યુઆરી ૨૦૨૧થી સાતમા પગારપંચનો લાભ આપવો સ્થગિત કરવામાં આવ્યો હતો. જેથી કાયમી કર્મચારીઓને ચીફ ઓફિસરના ર્નિણય સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી.

આ કેસ ચાલી જતાં હાઇકોર્ટ ચીફ ઓફિસરનો લીધેલ ર્નિણય રદ કરતો હુકમ કર્યો છે. સાથે આદેશ પણ કર્યો છે કે સાતમા પગારપંચના લાભ આપવા સંદર્ભે નગરપાલિકા ર્નિણય લઈ શકે છે. જેથી પાલિકાના ૯૩ જેટલા કાયમી કર્મચારીઓને તફાવતની રકમ ચૂકવવા રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ નગરપાલિકામાં છેલ્લા એકાદ વર્ષથી કાયમી અને હંગામી કર્મચારીઓના પગારને લઈ કોઈને કોઈ વિવાદ સર્જાય છે. આવો જ એક વિવાદ ગત જાન્યુઆરી ૨૦૨૧માં થયો હતો. પાલિકાના કાયમી કર્મચારીઓને ફેબ્રુઆરી ૨૦૧૯થી સાતમા પગારપંચનો લાભ મળતો હતો.

આ કર્મચારીઓના પગાર પણ તે મુજબ જ થતાં હતા. ત્યારબાદ પેટલાદ પાલિકામાં બદલી થઈને આવેલ ચીફ ઓફિસરેે જાન્યુઆરી ૨૦૨૧થી સાતમા પગારપંચનો લાભ સ્થગિત કરવાનો ર્નિણય તા.૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ લીધો હતો. જેથી કાયમી કર્મચારીઓએ પગાર સ્વીકારવાનું બંધ કર્યુ હતું. છતાં લાભ નહિ આપતા કર્મચારીઓએ ગુજરાત હાઈકોર્ટમાં ચીફ ઓફિસરના ર્નિણયને પડકારતી પિટીશન ૧૯૬૩/૨૧થી દાખલ કરી હતી.

જાેકે સમય જતાં કર્મચારીઓએ સાતમા પગારપંચના લાભને બાદ કરી પગારનો સ્વીકાર કર્યો હતો. આ સમય દરમ્યાન કેસ ચાલી તા.૨૫ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઓરલ ઓર્ડર કરવામાં આવ્યો છે.

જેમાં જણાવ્યું છે કે આ પ્રકારના ર્નિણયો ચીફ ઓફિસરને લેવાની સત્તા નથી. ઉપરાંત જણાવ્યું છે કે સાતમા પગારપંચનો લાભ કાયમી કર્મચારીઓને આપવા અંગેનો ર્નિણય તેઓને સાંભળ્યા બાદ ઠરાવ કરીને યોગ્ય કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટના આ ઓરલ ઓર્ડર બાદ સાતમા પગારપંચના લાભની તફાવત રકમ ચૂકવવા પણ કાયમી કર્મચારીઓએ કરી હોવાનું જાણવા મળે છે. છેલ્લા બાર મહિનાથી આ લાભ વંચિત ૯૩ જેટલા કાયમી કર્મચારીઓને તફાવતની ચૂકવવાપાત્ર રકમ અંદાજીત રૂ.૭૫ લાખ જેટલી થતી હોવાનું જાણવા મળે છે.

મહેકમનો પેચિદો પ્રશ્ન
પેટલાદ નગરપાલિકામાં કાયમી અને હંગામી મળી લગભગ ૩૦૦થી વધુ કર્મંચારીઓ ફરજ બજાવે છે. જેઓને દર મહિને પગાર પેટે અંદાજીત રૂ.૬૦ લાખ ચૂકવવામાં આવે છે. જેની સામે પગાર માટેની ગ્રાન્ટ સરકાર દ્ધારા રૂ.૨૩ લાખ જેટલી મળે છે. એટલે મહેકમ ૪૮ ટકાથી વધુ રહે છે.

આ અંગે તત્કાલીન ચીફ ઓફિસરે પોતાની રજૂઆતમાં જણાવ્યું પણ હતું કે પેટલાદ નગરપાલિકાનું મહેકમ ૪૮ ટકાને બદલે ૭૯ ટકા સુધી પહોંચી ગયું છે. આ કારણથી જ કાયમી કર્મચારીઓ માટે સાતમા પગારપંચનો લાભ અટકાવવામાં આવ્યો હતો. હવે જાેવાનું એ રહેશે કે વર્તમાન સત્તાધિશો મહેકમ ના આ પેચિદા પ્રશ્નનો ઉકેલ કેવી રીતે અને કેટલા સમયમાં લાવે છે ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.