Western Times News

Gujarati News

વ્યક્તિની કારની કેબિન સૂંઘવાની અજબ જોબ છે

વોશિંગ્ટન,ગ્રાહકો કાર ખરીદતી વખતે અનેક વાતોને પોતાના દિમાગમાં ધ્યાન રાખીને જતા હોય છે. તથા પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાના માટે નવું વાહન ખરીદે છે. કાર જાેવામાં જેટલી સારી હોવી જાેઈએ તેમ તેના કેબિનમાંથી પણ સારી સુગંધ આવતી રહેવી જાેઈએ.

આ વાત નિસાન સારી પેઠે જાણે છે અને આ માટે કંપનીએ એક અલગ વ્યવસ્થા પણ કરી છે. યુનોસુકે ઈનો નામના વ્યક્તિને નિસાનનું નાક કે સ્મેલ માસ્ટર તરીકે ઓળખવામાં આવે છે અને નિસાન કારોના કેબિનમાંથી આવતી સુગંધ પાછળ પણ તેનો જ હાથ છે.

ઈનો નવી કારની કેબિન ઉપરાંત એર કન્ડિશનિંગથી આવતી સુગંધ પણ ચકાસે છે. ઈનો એ વાતની પણ તપાસ કરે છે કે સમય વીતવાની સાથે કારની સુગંધમાં પણ કેવી રીતે ફેરફાર થાય છે. પોતાની જાેબ વિશે વાત કરતા ઈનોએ કહ્યું કે સૌથી પહેલા તો હું એ જાણવાની કોશિશ કરુ છું કે ખુશબુ ક્યાંથી આવે છે.

એ જગ્યાની ઓળખ કરીને યૂઝરના દ્રષ્ટિકોણથી તેનું આકલન કરુ છું. તેમાં ગ્લોવબોક્સનો ઉપયોગ અને સન વાઈઝર મિરર આવે છે. તેણે જણાવ્યું કે તે અને તેમની ટીમ કારની કેબિનમાં હેડરેસ્ટ, ડેશબોર્ડ, મિરર્સ, ગ્લોવબોક્સ, વાઈઝર, સીટ્‌સ,સિલિંગ, કપહોલ્ડર્સ અને અન્ય અનેક જગ્યાઓની તપાસ કરે છે. નિસાને જણાવ્યું કે કેબિનમાં હવાના વહેણ અને સૂરજના કિરણો તેની ખુશબુ પર અસર પાડે છે.

આવામાં અમારી ટીમ ખાસ કરીને બનેલા એક સીલ ટેસ્ટિંગ રૂમમાં તેનું પરીક્ષણ કરે છે. જ્યાં ગરમી અને નરમી ઉપરાંત સૂરજની તેજ કિરણોને સિમ્યુલેટ કરવામાં આવે છે.

સ્મેલ માસ્ટરે જણાવ્યું કે આ ટેસ્ટિંગ બાદ તેમને પોતાની સૂંઘવાની ક્ષમતાને ફરીથી મેળવવામાં થોડી વાર લાગે છે. તેમણે જણાવ્યું કે કેટલાક એક્સપર્ટ આ સુગંધને પાછી મેળવવા માટે કોફી બીન્સ સૂંઘે છે. આ સ્થિતિમાં હું મારી કોણીના નીચેના હાથને સૂંઘુ છું. તે મારા માટે જાણીતી ઓળખ છે અને ત્યારબાદ હું નવી સુગંધ સૂંઘવા માટે તૈયાર થઈ જઉ છું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.