Western Times News

Gujarati News

લોહીના ટેસ્ટમાં સૌથી વધુ જોવા મળ્યા ઓક્સિટોસિન

લંડન, શું સેક્સ એડિક્શનને રોગ તરીકે જાેવું જાેઈએ? એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સેક્સ એડિક્શન ‘વાસ્તવિક’ છે, જે ‘લવ હોર્મોન’ ઓક્સીટોસિનના ઉચ્ચ સ્તરને કારણે થાય છે. જાે કે, કેટલાક નિષ્ણાતો આ સંશોધનના પરિણામોને સ્વીકારતા નથી. તેઓ જણાવે છે કે સેક્સ એડિક્શન કોઈ બીમારી નથી પણ નબળાઈ છે.

તમને જણાવી દઈએ કે સેક્સ એડિક્શનવાળા પુરુષોની સ્થિતિને હાઇપરસેક્સ્યુઅલ ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. ડેઈલી મેલ’માં છપાયેલા સમાચાર અનુસાર, સંશોધન દરમિયાન સેક્સ એડિક્શનથી પીડિત સામાન્ય પુરુષોના બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે સેક્સ એડિક્શન ધરાવતા પુરુષોમાં ઓક્સીટોસિનનું સ્તર અન્ય લોકો કરતા નોંધપાત્ર રીતે વધારે હતું. સંશોધકોનું કહેવું છે કે સેક્સ એડિક્શન સંપૂર્ણપણે જૈવિક સ્થિતિ છે. તેમાં સંબંધિત વ્યક્તિનો કોઈ દોષ હોતો નથી અને તેને આ માટે દોષી ઠેરવવો જાેઈએ નહીં. જાેકે, ડૉ. મેક્સ પેમ્બર્ટનની વિચારસરણી અલગ છે.

તેમણે જણાવ્યું કે સેક્સ એડિક્શન ઈન્ડસ્ટ્રી જેમ કે રિહેબ ક્લિનિક્સ વગેરે સેક્સ એડિક્શનને મેડિકલ કન્ડિશન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જાે આમ થશે તો બળાત્કારીઓને મેડિકલના આધારે સરળતાથી છોડી દેવામાં આવશે. જ્યારે, સંશોધનમાં સામેલ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમની શોધ એક એવી દવાના વિકાસ તરફ દોરી શકે છે જે હાઇપરસેક્સ્યુઅલ ડિસઓર્ડર ધરાવતા લોકો માટે ઓક્સીટોસિનને અવરોધિત કરવામાં મદદ કરશે.

પેમ્બર્ટનના જણાવ્યા મુજબ, ઉચ્ચ ઓક્સિટોસિન સેક્સ એડિક્શન સાથે સંકળાયેલું છે, પરંતુ તે સીધી રીતે તેનું કારણ નથી. એટલા માટે, તે પણ સંભવ છે કે જે લોકો વધુ સેક્સ કરે છે, તેનું સ્તર વધી શકે છે.

પેમ્બર્ટને કહ્યું કે હું તે માનવાનો ઇનકાર કરું છું કે વ્યક્તિ તેના હોર્મોન્સને નિયંત્રિત કરવામાં અસમર્થ છે અને તેનો ગુલામ બની જાય છે. આપણા વર્તન પર આપણું નિયંત્રણ હોય છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે સેક્સ એડિક્શન એ કોઈ રોગ નથી પરંતુ એક નબળાઈ છે અને તેને રોગ તરીકે ગણવાથી બળાત્કારીઓને બચવાની તક મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.