Western Times News

Gujarati News

ઘોડાઓને સળગતી આગમાંથી માલિકો દ્વારા કૂદાવવામાં આવે છે

લંડન, વિશ્વના દરેક દેશની પોતાની અલગ અલગ માન્યતાઓ છે. આ રિવાજાે વર્ષોથી ચાલી આવે છે. અન્ય લોકોને આ માન્યતાઓ અને રિવાજાે વિચિત્ર લાગે છે, પરંતુ જ્યાં તે ઉજવવામાં આવે છે તે લોકો માટે ખૂબ મહત્વ ધરાવે છે . સ્પેનનો એક અનોખો રિવાજ ચર્ચામાં રહે છે. આ માન્યતાનું વિચિત્ર પાસું એ છે કે, સ્પેનમાં ઘોડાઓને સળગતી આગમાં તેમના માલિકો દ્વારા કૂદાવવામાં આવે છે.

હા, તમે બરાબર વાંચ્યું છે. આ માન્યતા સાથે જાેડાયેલી તસવીરો પણ ઘણી ભયાનક છે. અહેવાલો અનુસાર, લાસ લ્યુમિનેરિયાસ નામની આ માન્યતા ૫૦૦ વર્ષથી સ્પેનના સાન બાર્ટોલોમ ડી પિનારેસ ગામમાં છે.

ઓડિટી સેન્ટ્રલની વેબસાઇટનો એક અહેવાલ લાસ લુમિનારિસ ફેસ્ટિવલની જેમ મનાવવામાં આવતી ઉજવણી છે, જે દર વર્ષે ૧૭-૧૮ જાન્યુઆરીના રોજ સેન્ટ એન્થની નામના સંતની યાદમાં ઉજવવામાં આવે છે. સ્પેનના લોકો માને છે કે સેન્ટ એન્થની પ્રાણીઓના રક્ષક હતા અને તેઓ તેમને ખૂબ ચાહતા હતા. તેમના આશીર્વાદ પ્રાણીઓ પર પડે છે, તેથી આ ઉજવણી કરવામાં આવે છે.

ઉજવણીમાં ડ્રમ અને સ્પેનિશ બેગપાઇપ્સ વગાડવામાં આવે છે. પછી ઘણાં બધાં વૃક્ષોની સૂકી ડાળીઓ બાળીને ભારે આગમાં ફેરવવામાં આવે છે, અને તે પછી ઘોડાના માલિકો તેમના ઘોડાઓ સાથે આગને પાર કરે છે. સેન્ટ એન્થોનીના આશીર્વાદથી આખું વર્ષ ઘોડાઓ તંદુરસ્ત રહેશે અને તેમને કોઈ પણ પ્રકારની બીમારી નહીં થાય તેવું ગ્રામજનો માની રહ્યા છે.

તેઓ માને છે કે ઘોડાઓ અગ્નિ દ્વારા પવિત્ર બને છે અને દુષ્ટ આંખોથી દૂર રહે છે. એનિમલ રાઈટ એક્ટિવિસ્ટ ઘણા સમયથી આ માન્યતાનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, બેજુબાન પ્રાણીઓને મોતના મુખમાં નાખવાથી કોઈ ફાયદો થતો નથી.

ઓબ્ઝર્વેટરી ઓફ જસ્ટિસ એન્ડ એનિમલ ડિફેન્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઉજવણી પ્રાણીઓ પર અત્યાચાર છે. પરંતુ સ્પેનમાં આખલાની લડાઈ અને આ તહેવારની જેમ બીજા પણ ઘણા એવા સેલિબ્રેશન થાય છે જેમાં જાનવરો સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે.

આવી સ્થિતિમાં, લોકો એનિમલ રાઈટ એક્ટિવિસ્ટની બાબતમાં પણ માનતા નથી. બીજી તરફ નાગરિકોનું કહેવું છે કે, આગમાંથી બહાર આવ્યા બાદ પ્રાણીઓ પર દાઝી જવાનું કે ઈજાનું એક પણ નિશાન જાેવા મળતું નથી.

આગમાં જતા પહેલા ઘોડાની સુરક્ષા માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઘણા કહે છે કે ઘણા વર્ષો પહેલા, એક નાનકડી આગ પ્રગટાવવામાં આવી હતી જેને ઘોડાઓ સરળતાથી પસાર કરી શકે છે. પરંતુ આ ઉજવણીને જાેવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હોવાથી આગનું કદ પણ મોટું કરવામાં આવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.