Western Times News

Gujarati News

ત્રણ દિવસ સુધી શખ્સે પોતાના હાથથી ખોદી માટી

નવી દિલ્હી, દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને બીજાના દુઃખોની બહુ પરવા નથી હોતી. ઘણા લોકોને એ વાતની પરવા નથી હોતી કે સામેની વ્યક્તિ કઈ મુશ્કેલીમાં છે અને તેને કેવી રીતે તેમાંથી બહાર કાઢવો, પરંતુ મોરોક્કોમાં એક વ્યક્તિએ નાના બાળકને બચાવવા માટે ઘણું સહન કર્યું હતું.

ભલે રેસ્ક્યૂ ટીમ બાળકને બચાવી ન શકી પરંતુ આ વ્યક્તિ ચર્ચામાં આવી છે. આ દિવસોમાં મોરોક્કોમાં ૫ વર્ષના બાળકના મોતના સમાચાર ખૂબ ચર્ચામાં છે. અહીં, શેફચૌન પ્રાંતના ઇધરાન ગામમાં છેલ્લા કેટલાક દિવસોમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

માતા-પિતાએ જણાવ્યું હતું કે, તેમનું બાળક કૂવા પાસે રમી રહ્યું હતું ત્યારે અચાનક તે ૧૦૦ ફૂટ નીચે પડી ગયો હતો. બાળકને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન લગભગ ૫ દિવસ સુધી ચાલ્યું હતું. પરંતુ જ્યારે તેને બહાર કાઢવામાં આવ્યો, ત્યારે તે મૃત્યુ પામ્યો હતો.

આ દુખદ સમાચાર વચ્ચે રેસ્ક્યુ ટીમમાંથી એક વ્યક્તિ સોશિયલ મીડિયા પર હીરો બની ગયો છે. બ્વા સાહરોઈ નામનો શખ્સ બાળકને બચાવવાની કોશિશ કરી રહેલી રેસ્ક્યૂ ટીમનો ભાગ હતો. જેસીબી મશીનથી ખાડો ખોદ્યા બાદ લોકો અલગ અલગ સાધનોથી ખાડો ખોદતા રહ્યા પરંતુ બાળકને બચાવવા માટે બીવાએ માત્ર હાથનો જ ઉપયોગ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાવા સહરોઈ પોતાના હાથથી માટી ખોદી રહ્યા છે. જાણકારી અનુસાર, આ વ્યક્તિએ પોતાના હાથથી ૩ દિવસ સુધી ખાડો ખોદ્યો. તેના નિષ્ઠા અને લોયલ્ટી જાેઈને દરેકને આશ્ચર્ય થાય છે.

જાે કે રેસ્ક્યૂ ટીમ બાળકને જીવતો બહાર કાઢવામાં અસમર્થ રહી છે. ટિ્‌વટર પર આ વ્યક્તિનો ફોટો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયો પણ ચર્ચામાં છે જેમાં તે ૩ દિવસથી માત્ર હાથથી ખાડો ખોદી રહ્યો છે. એટલું જ નહીં આ પછી તેના ઘણા ફોટા પણ વાયરલ થઇ રહ્યા છે જેમાં તે થાકેલા પાણી પીવા બેઠા છે. અન્ય લોકો પણ તેમની પ્રશંસા કરતા જાેવા મળી રહ્યાં છે. ટિ્‌વટર પર લોકોએ તેને હીરો બનાવી દીધા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.