Western Times News

Gujarati News

નાગિન ૬માં મનિત જૌરાની એન્ટ્રી થવાની સંભાવના

મુંબઈ, તેજસ્વી પ્રકાશ અને સિમ્બા નાગપાલ હાલ તેમના અપકમિંગ શો નાગિન ૬માં વ્યસ્ત છે. બંનેએ એકતા કપૂરના સુપર નેચરલ શો માટે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. તેજસ્વી અને સિમ્બા સિવાય અન્ય કયા એક્ટર્સને નાગિન ૬માં કાસ્ટ કરવામાં આવશે તેને લઈને ઘણા નામની ચર્ચા ચાલી રહી છે.

લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, કુંડલી ભાગ્યમાં શ્રદ્ધા આર્યાના (પ્રીતા) ઓન-સ્ક્રીન દીયરનું પાત્ર ભજવનારા મનિત જૌરાની નાગિન ૬માં એન્ટ્રી થવાની છે. ખૂબ જ જલ્દી મનિત જૌરા પણ કાસ્ટ સાથે જાેડાશે અને શૂટિંગ શરૂ કરશે. એક વેબ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે, મનિત જૌરાને મેકર્સે નાગિન ૬ માટે કાસ્ટ કરી લીધો છે. જાે કે, તે કયું પાત્ર ભજવતો જાેવા મળશે તે વિશે હજી સુધી કોઈ માહિતી મળી નથી.

જાે કે, તે મહત્વના રોલમાં હશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મનિત પ્રોફેસરના પાત્રમાં હશે. નાગિન ૬ એકતા કપૂરની પોપ્યુલર ફ્રેન્ચાઈઝીનો છઠ્ઠો ભાગ છે. તેજસ્વી પ્રકાશ, સિમ્બા નાગપાલ સિવાય સુધા ચંદ્રન, ઉર્વશી ધોળકિયા પણ શોનો ભાગ છે.

આ સિવાય અનીતા હસનંદાની, કૃષ્ણા મુખર્જી અને અદા ખાને પણ ગયા અઠવાડિયે શો માટે શૂટિંગ કર્યું હતું. રવિવારે મેકર્સ નાગિન ૬નું ટ્રેલર લોન્ચ કરવાના હતા અને આખી કાસ્ટની પ્રેસ કોન્ફરન્સમાં ઓળખાણ કરાવવાના હતા. જાે કે, સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરનું નિધન થતા, તેમને શ્રદ્ધાંજલિ આપતા મેકર્સે કોન્ફરન્સ સ્થગિત કરવાનો ર્નિણય લીધો હતો.

હવે, ૮મી ફેબ્રુઆરીએ ટ્રેલર લોન્ચ થશે. ચેનલ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે, માનનીય લતા મંગેશકરના નિધનથી અમે શોકમાં છીએ. તેમના માનમાં અમારા અપકમિંગ શો નાગિન ૬ની કોન્ફરન્સ કેન્સલ કરી છે.

હવે અમે પ્રેસ કોન્ફરન્સનું આયોજન મંગળવારે, ૮મી ફેબ્રુઆરીના રોજ કરીશું. તેજસ્વી પ્રકાશની વાત કરીએ તો, જ્યારે તે બિગ બોસ ૧૫ના ઘરમાં હતી ત્યારે જ નાગિન ૬માં તેનું કાસ્ટિંગ કરી લેવાયું હતું. બિગ બોસ ૧૫ જીત્યા બાદ અપકમિંગ શો વિશે વાત કરતા તેજસ્વીએ કહ્યું હતું કે, ‘મને નાગિન શો એટલા માટે ઓફર થયો કારણ કે હું બિગ બોસમાં સારુ કરી રહી હતી.

જાે હું બિગ બોસ ન જીતી હોત તો પણ નાગિન શો ઓફર થયો હતો. મારી જીત મારી જીત છે, મને શો મળ્યો એટલે નથી જીતાડી. હું તે સમજવામાં નિષ્ફળ રહી છું કે, જે મારી સાથે થયું તે પાછલી સીઝનમાં શું નહોતું થયું. લોકોએ મને હંમેશા શોની મજબૂત કન્ટેસ્ટન્ટ તરીકે જાેઈ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.