Western Times News

Gujarati News

આત્મારામ ભીડેએ એક્ટિંગ માટે છોડી હતી દુબઈની નોકરી

મુંબઈ, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ઘરે ઘરે જાણીતું નામ છે. આ શોના દરેક કેરેકટર લોકોના દિલમાં વસી ગયા છે. છેલ્લે ૧૩ વર્ષથી સતત પ્રસારિત થતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ અનેક રેકોર્ડ તોડ્યા છે. આ શો TRPમાં પણ ટોચની હરોળમાં છે. ત્યારે આ શોના મહત્વનો ભાગ બની ગયેલા એક્ટર મંદાર ચંદવાડકર વિશે ખૂબ જ રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યા છે.

મંદાર ચંદવાડકર ગોકુલધામ સોસાયટીના એકમાત્ર સેક્રેટરી આત્મારામ ભિડેની ભૂમિકા ભજવતા જાેવા મળે છે. મંદાર ચંદવાડકરને શરૂઆતથી જ એક્ટિંગમાં રસ હતો. તે સુશિક્ષિત અને વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર હતા. તેમણે ઘણા વર્ષો સુધી દુબઈ સ્થિત સ્દ્ગઝ્રમાં પણ કામ કર્યું હતું, પરંતુ આટલી શાનદાર નોકરી પછી પણ તેમનો અભિનય પ્રત્યેનો મોહ છૂટ્યો નહીં.

તેમનો શોખ હંમેશા એક્ટિંગનો જ હતો. દુબઈમાં કામ કરતી વખતે તેમને અહેસાસ થયો કે તેમણે એક્ટિંગ કરવી જાેઈએ અને નોકરી છોડીને દુબઈથી ભારત પાછા આવી ગયા હતા.

ભારત પરત ફર્યા બાદ મંદાર ચંદવાડકર સૌથી પહેલા થિયેટરમાં જાેડાયા હતા અને થિયેટરમાં ડેબ્યૂ સાથે જ તેમણે ઘણા નાટકો કર્યા હતા. શરૂઆતમાં તેમણે મરાઠી સિરિયલોમાં કામ કર્યું હતું અને ધીમે ધીમે તેમનો અભિનય પણ નિખારવા લાગ્યો હતો.

આખરે ૨૦૦૮માં તેમને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરવાની તક મળી હતી. તેણે આ તકને હાથમાંથી જવા દીધી નહીં. તેમણે શોના પાત્ર વિશે વિગતવાર જાણકારી લીધી અને તરત જ સીરિયલ માટે હા પાડી દીધી હતી. આ સીરિયલમાં તેમની પત્ની માધવીનો રોલ સોનાલિકા જાેશી ભજવે છે. આ પહેલા પણ બંને સાથે કામ કરી ચૂક્યા છે. સોનાલિકા જાેશીએ જ નિર્માતાઓને તેમનું નામ સૂચવ્યું હતું.

ત્યારબાદ આત્મારામ ભીડેની ભૂમિકા મંદાર ચંદવાડકરનું નક્કી થયું હતું. મંદાર ચંદવાડકર તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં ૧૩ વર્ષથી કામ કરે છે. હવે તેમને આ પાત્રથી એટલી લોકપ્રિયતા મળી છે કે લોકો તેમને આત્મારામ ભીડેના નામથી વધુ ઓળખવા લાગ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.