Western Times News

Gujarati News

ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના: ગુજરાત સરકારે સહાય રકમમાં કર્યો વધારો

ગાંધીનગર: ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવામાં સહાય આપવામાં આવી રહી છે. આ અંતર્ગત 10% સુધી સહાય ચૂકવવામાં આવતી હતી. હવે તે સહાય રકમમાં વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત માહિતી ખાતા તરફથી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે હવે ખેડૂતોને 10 ટકાને બદલે 40% સુધી સહાય કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે ગુજરાતના 25,000 ખેડૂતોને આ સહાયનો લાભ મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે સરકારે પહેલા સ્માર્ટફોન સહાય માટે મહત્તમ 1500 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. હવે ખેડૂતો મહત્તમ 6000 રૂપિયા સુધીની સહાય માટે અરજી કરી શકશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

માહિતી ખાતા તરફથી ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, “ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજનામાં સહાયધોરણ ૧૦%થી વધારી ૪૦% (મહત્તમ રૂ.૬,૦૦૦/- સુધી) પૂરી પાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. પ્રાથમિક તબક્કે રાજ્યના ૨૫,૦૦૦ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહેશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.