Western Times News

Gujarati News

કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પેન્શનમાં મોટો વધારો થઈ શકે છે

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટના ર્નિણયથી એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડમાં યોગદાન આપતા લાખો કર્મચારીઓના પેન્શનમાં વધારો થઈ શકે છે. અત્યાર સુધી, પેન્શનની ગણતરી માટે મૂળ પગાર નક્કી કરવામાં આવે છે, જે લઘુત્તમ માસિક મૂળ પગાર રૂ. ૧૫,૦૦૦ છે.

વાસ્તવમાં, જાે કોઈ કર્મચારીનો મૂળ પગાર ૧૫,૦૦૦ રૂપિયાથી વધુ હોય તો પણ પેન્શનની ગણતરી માત્ર ૧૫,૦૦૦ રૂપિયામાં જ થાય છે. જાે આ અવરોધ દૂર થશે તો પેન્શન નક્કી કરવાનું ગણિત પણ બદલાઈ જશે. એટલે કે, જાે કોઈ વ્યક્તિનો મૂળ પગાર ૨૦,૦૦૦ રૂપિયા છે અને તેના આધારે પેન્શનની ગણતરી કરવામાં આવે છે, તો લઘુત્તમ પેન્શનમાં લગભગ ૧,૦૦૦ રૂપિયાનો વધારો થશે અને તે ૮,૫૭૧ રૂપિયા સુધી પહોંચી જશે.

જાે તમારો મૂળ પગાર રૂ. ૧૫,૦૦૦થી વધુ હોય તો પણ પગાર પરનો પીએફ રૂ. ૧૫,૦૦૦માં જ ગણવામાં આવશે. એટલે કે, જાે કર્મચારીનો મૂળ પગાર ૪૦,૦૦૦ રૂપિયા છે અને તે તેના પેન્શનની ગણતરી માત્ર ૪૦,૦૦૦ પર કરવા માંગે છે, તો તે કરી શકશે નહીં, કારણ કે વર્તમાન કાયદામાં તેની મંજૂરી નથી. જાે સુપ્રીમ કોર્ટ પગારની આ મર્યાદા હટાવી દે તો કર્મચારીઓને અનેક ગણું વધુ પેન્શન મળશે.

કર્મચારી પેન્શન સંશોધન યોજનાને કેન્દ્ર સરકારે ૧ સપ્ટેમ્બર ૨૦૧૪ના એક અધિસૂચના દ્વારા લાગૂ કરી હતી. તેનો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેના પર ઇપીએફઓએ સુપ્રીમ કોર્ટમાં એક એસએલપી દાખલ કરી.

૧ એપ્રિલ ૨૦૧૯ના રોજ ઇપીએફઓની એસએલપીપર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પેન્શનનું વેતન ૧૫ હજાર કરવાનું કોઈ જ વાજબી નથી. આ મામલે ૧૭ ઓગસ્ટથી સતત સુનાવણી ચાલી રહી છે અને ર્નિણય આવવાનો બાકી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.