Western Times News

Gujarati News

જીટીયુ અને એજ્યુ સ્કીલ વચ્ચે ૧૭ સ્કિલ બેઝ્‌ડ કોર્સ અંતર્ગત એમઓયુ કરાયા

અમદાવાદ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિવિધ વિષયોને સાંકળીને વિદ્યાર્થીમાં સ્કિલ આધારીત કોર્સની જાગૃકત્તા કેળવાય તે હેતુસર વિવિધ કંપની સાથે એમઓયુ કરવામાં આવે છે.

તાજેતરમાં જ જીટીયુએ દિલ્હી સ્થિત એજ્યુ સ્કિલ સાથે વિવિધ ૧૭ સ્કિલ બેઝ્‌ડ કોર્સ અંતર્ગત એમઓયુ કર્યા છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ગ્લોબલાઈઝેશન કારણે આંત્રપ્રિન્યોર્સ અને પ્રોફેશનલ્સ માટે સ્કિલ આધારીત અનેક તકો ઉપસ્થિત થયેલ છે.

આ એમઓયુ થકી વિદ્યાર્થીઓની સ્કિલમાં વધારો થશે. જે આર્ત્મનિભર ભારત અભિયાનને વેગ પૂરો પાડશે. આ એમઓયુ પર જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન ખેર, એજ્યુ સ્કિલના સીઈઓ શ્રી સુભાજીત જગાદેવ અને ઈન્ડિયન સોસાયટી ઑફ ટેક્નિકલ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ ડૉ. પ્રતાપસિહ દેસાઈએ હસ્તાક્ષર કર્યા હતાં.

એજ્યુ સ્કીલ સાથે કરવામાં આવેલા આ એમઓયુથી ગ્લોબલી એક્રિડેટેડ અન્ય ૬ સંસ્થાઓ સિસ્કો નેટવર્કિંગ એકેડમી , બ્લુ પ્રિઝમ યુનિવર્સિટી , એમેઝોન વેબ સર્વર , રેડ હેટ એકેડમી, માઈક્રોચીપ અને પોલો અલ્ટો સાયબર સિક્યોરીટી એકેડમી જેવી સંસ્થાઓના વિવિધ કોર્સ જીટીયુ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના (જીસેટ) વિદ્યાર્થીઓ વિનામૂલ્યે કરી શકશે.

મશીન લર્નિંગ , આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ , ક્લાઉડ કમ્પ્યુટીંગ , સાયબર સિક્યોરીટી, ક્લાઉડ અને નેટવર્ક સિક્યોરીટી જેવા સ્કિલ બેઝ્‌ડ અને રોજગારલક્ષી કોર્સ આગામી દિવસોમાં ઓનલાઈન માધ્યમ થકી જીટીયુ જીસેટના વિદ્યાર્થીઓ કરી શકશે. જીટીયુ સંલગ્ન કૉલેજાેમાં પણ આ સંદર્ભે જાગૃકત્તા કેળવાય તે હેતુસર આગામી દિવસોમાં સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે. જીટીયુના કુલપતિ અને કુલસચિવે જીસેટ ડાયરેક્ટર ડૉ. એસ. ડી. પંચાલ અને પ્રો. માર્ગમ સુથારને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.