Western Times News

Gujarati News

કોરોનાએ બંધ કરાવી દીધું ઐતિહાસિક પબ

નવી દિલ્હી, કોરોનાના કારણે એવી વસ્તુઓ થઈ હતી જેની આપણે કલ્પના પણ નહીં કરી હોય. આવું જ કંઈક યુનાઇટેડ કિંગડમની એક ઐતિહાસિક રેસ્ટોરન્ટ સાથે બન્યું હતું. એવું કહેવામાં આવે છે કે તેની સર્વિસ ઇ.સ. ૭૩૯માં શરૂ થઈ હતી અને ત્યારથી તે ક્યારેય બંધ કરવામાં આવ્યું નથી. પહેલીવાર કોરોના મહામારીએ આ પબને તાળા મારી દીધા છે.

બ્રિટનના સૌથી જૂના પબ તરીકે જાણીતું યે ઓલ્ડે ફાઇટિંગ કોક્સ એક હજાર વર્ષ પહેલાં શરૂ થયું હતું. ત્યારથી આ પબ તેમના ઐતિહાસિક મહત્વને કારણે ક્યારેય બંધ કરવામાં આવ્યું નથી.

કોવિડ -૧૯ મહામારીને કારણે, પબને આખરે ભારે નુકસાન થયું હતું અને તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. સ્થાનિક અહેવાલો અનુસાર કોરોના કાળમાં અન્ય તમામ હોટલ અને રેસ્ટોરન્ટની જેમ ‘યે ઓલ્ડે ફાઈટિંગ કોક્સ’માં પણ ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ હતી અને પબને નુકસાન થવા લાગ્યું હતું.

આખરે પબના માલિક ક્રિસ્ટો તોફોલીએ આ દુઃખદ સમાચાર લોકો સાથે શેર કરતાં કહ્યું હતું કે તેઓ ઇતિહાસનો એક નાનકડો ભાગ બંધ કરવા જઈ રહ્યા છે. તેમણે લખ્યું મેં પબને ચાલુ રાખવા માટે તમામ પ્રયત્નો કર્યા. છેલ્લા બે વર્ષથી હોટલ ઉદ્યોગની હાલત સારી નથી.

અમે આ ઐતિહાસિક પબને ખુલ્લો રાખવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા અને અમે ભવિષ્યમાં પણ આવું જ કરીશું. મહામારી પહેલા પણ, પબ મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યું હતું, પરંતુ મહામારીએ તેને વધુ મજબૂત ફટકો આપ્યો. કોઈ પણ સ્થળ સાથે જાેડાયેલો તેનો પોતાનો ઈતિહાસ હોય છે.

ઇ.સ. ૭૩૯માં જ્યારે આ પબ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે તેની કલ્પના પણ નહોતી કે તે ઇતિહાસ રચશે. દાયકાઓ વીતી ગયા, પરંતુ પબ તેના વફાદાર સ્ટાફ અને મુલાકાતીઓના જાેરે ચાલતું રહ્યું. તેની દરેક ઇંટો પસાર થતા સમય અને બદલાતા ગ્રાહકોની સાક્ષી રહી છે.

પબના માલિક ક્રિસ્ટો ટોફોલીની ભાવુક ફેસબુક નોટ સ્પષ્ટ પણે દર્શાવે છે કે તે તેની સાથે કેટલો ઊંડાણપૂર્વક જાેડાયેલો હતો. તે કોઈપણ રીતે એક એવી જગ્યા જાેવાની ભાવનાત્મક ક્ષણ છે જે ૧૨૨૯ વર્ષથી હરિયાળી રહેલી જગ્યાને રણમાં ફારવતી હોય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.