Western Times News

Gujarati News

સલમાન નહી યૂલિયાનો ફેવરિટ અભિનેતા કબીર બેદી

મુંબઈ, યૂલિયા વંતૂર હાલ તેના સોન્ગ ‘મેં ચલા’ના કારણે હેડલાઈન્સમાં છવાયેલી છે, જેમાં તેના કથિત બોયફ્રેન્ડ સલમાન ખાન (સલમાન ખાન) અને પ્રજ્ઞા જયસ્વાલે કામ કર્યું છે.

હાલમાં એક એન્ટરટેન્મેન્ટ પોર્ટલ સાથે વાતચીત કરતાં, સિંગરે તેના ફેવરિટ એક્ટરના નામનો ખુલાસો કર્યો હતો સાથે જે તેની સાથે તેને કામ કરવાનું ગમશે તેમ પણ કહ્યું હતું. યૂલિયાએ કહ્યું હતું કે, જ્યારે તે નાની હતી ત્યારથી તેને કબીર બેદી પસંદ છે.

સિંગરે ખુલાસો કર્યો હતો કે, તે તેમને રોમાનિયામાં Sandokan નામની સીરિઝમાં જાેતી હતી. યૂલિયા વંતૂરે કબીર બેદીને તેમના પહેલા ક્રશ ગણાવ્યા હતા, અને કહ્યું હતું કે તે તેમની મોટી પ્રશંસક હતી અને આજે પણ છે. યૂલિયા વંતૂરે પિંકવિલા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, તેને આજે પણ તેમની સાથેની મુલાકાત યાદ છે.

એકવાર જ્યારે તે વર્લ્‌ડ શો માટે પર્ફોર્મ કરી રહી હતી ત્યારે તેઓ તેની સામે હતા, તેને ચીયર કરી રહ્યા હતા અને તે સમયે તેણે પોતે નસીબદાર અનુભવ્યું હતું. કારણ કે, જેમને તે બાળપણથી પસંદ કરતી હતી, પ્રશંસક હતી, જેના પર ક્રશ હતો, તેવા કબીર બેદી તેની સામે હતા અને તેને પર્ફોર્મ કરતા જાેઈ રહ્યા હતા. અગાઉ સલમાન ખાન વિશે વાત કરતાં યૂલિયા વંતૂરે કહ્યું હતું કે, ‘સલમાન ખાન એક સારો વ્યક્તિ છે અને જબરદસ્ત એક્ટર પણ. આ ફીલ્ડમાં તેને સારો અનુભવ છે. જ્યારે તમે તેની આસપાસ હોવ ત્યારે ઘણું શીખવા મળે છે.

જ્યાં સુધી મારા પોતાના વિશે વિચારવાની વાત છે ત્યારે મારે પોતાની ઓળખ સાથે કામ કરવું છે. હું તેના પર પણ કામ કરી રહી છું. ખાસ કરીને લોકો અહીંયા મને સારી રીતે ઓળખતા નથી. તેથી, મારા માટે તે કરવું વધારે જરૂરી છે. સલમાન ખાન જેવા સુપરસ્ટારની છત્રછાયામાંથી નીકળવું કેટલું સરળ છે, તેના વિશે પૂછતાં યૂલિયા વંતૂરે કહ્યું હતું કે, તમારે તેના માટે વધારે એફર્ટ લગાવવા પડશે.

નિશ્ચિત રીતે તેમા ફાયદો અને નુકસાન બંને છે. તેના સાથના કારણે તમને વિઝિબિલિટી મળે છે. મેં કહ્યું તેમ તેના ઈનપુટ્‌સ, તેનો અનુભવ મદદ કરે છે. પરંતુ અંતમાં તમારે પોતાને મહેનત કરવાની છે, વધારે મહેનત કરવાની છે. જેથી પોતાની ઓળખ બનાવી શકો. લોકો કામથી, યૂલિયાના નામથી ઓળખી શકે. મને લાગે છે, એક બાબત જે દરેક કોઈ ઈચ્છે છે તે છે-પોતાના કામ માટે સન્માન.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.