Western Times News

Gujarati News

મહિલાને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહેતા એટ્રોસીટીનો ગુનો નોંધાયો

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના જૂની તરસાલી ગામે રહેતી હંસાબેન વિનોદભાઈ પ્રજાપતિ તે કાળુભાઈ વિઠ્ઠલભાઈ વસાવાની દીકરીના લગ્ન ૧૬ વર્ષ અગાઉ વિસનગર તાલુકાના પુદગામ ખાતે થયા હતા.હંસાબેનને તેના પતિ સાથે અણબનાવ બનતા છેલ્લા દસ બાર વર્ષથી તે તેના મમ્મી-પપ્પા સાથે પિયરમાં જૂની તરસાલી ગામે રહે છે.

ગત તારીખ ૨૯.૧.૨૨ મીના રોજ હંસાબેનનો પુત્ર સિધ્ધરાજ ગામમાં વેફર લેવા માટે જતો હતો.તે વખતે હંસાબેનના ઘર ની પાછળ તેમનો છોકરો સિધ્ધરાજ તેમને મમ્મી મમ્મી કહીને બૂમ પાડવા લાગેલો,જેથી હંસાબેન ઘરની પાછળ દોડી ગયેલા તે દરમ્યાન નવી તરસાલી ગામનો રસુલ ગુલામ હતો તથા બીજા બે મોટા છોકરાઓ ત્રણ છોકરાઓ આશરે ૧૬ થી ૧૭ વર્ષની ઉંમરના હતા આ છોકરાઓ રસુલ ગુલામના કુટુંબના હતા.

આ છ ઈસમો મળી હંસાબેનના પુત્ર સિધ્ધરાજને મારતા હતા જેથી હંસાબેને રસુલ ગુલામને કહેલ કે તમો મારા છોકરાને કેમ મારો છો એમ કહેતા રસુલે હંસાબેનને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી જણાવતો હતો કે આને લઈને જતી રહે નહીં તો અમે તને ચુથી નાખીશું તેમ કહી રસુલે સિધ્ધરાજ પર ગુપ્ત ભાગે લાત મારવાનો પ્રયાસ કરતાં કર્યો હતો અને ખરાબ ખરાબ ગાળો બોલતો હતો, જેથી હંસાબેનનો ભાઈ તથા અન્ય લોકો ભેગા થઈ જતા ગાળો બોલતા બોલતા જતા રહેલા.

જે બાબતે ઘટનાના દિવસે હંસાબેને રાજપારડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.ત્યાર બાદ તેઓ આ બાબતે સમાધાન કરવાનું વિચારતા હતા પરંતુ સમાધાન થયેલ ન હતું જેથી તા.૮.૨.૨૨ ના રોજ હંસાબેન વિનોદભાઈ પ્રજાપતિ એ રસુલ ગુલામ તથા બીજા પાંચ ઈસમો રહે.નવી તરસાલી વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.