Western Times News

Gujarati News

માનવીય અભિગમ:પોલીસે દારૂનો ધંધો કરતી મહિલાને ગંભીર રોગમાંથી મુક્તિ અપાવી

ખંભાત રૂરલ પી.આઈ.આર.એન.ખાંટે પગની સારવાર કરાવી ગંભીર રોગમાંથી મુક્તિ આપી નવજીવન અર્પી માનવતાભરી પ્રેરણા પુરી પાડી છે.

ખંભાત, સામાન્ય રીતે પ્રજા પોલીસના એક જ ચહેરાથી વાકેફ છે. જે કદાચ ફરજના ભાગરૂપ હોઈ શકે. પરંતુ ખંભાત રૂરલ પોલીસે માનવ ધર્મ નિભાવ્યો છે. ખંભાત રૂરલ પોલીસના પી.આઈ-આર.એન.ખાંટે માનવીય અભિગમ દાખવી એક પગના કેન્સર પીડિત મહિલાને નવજીવન બક્ષ્યું છે.

નોંધનીય છે કે, પગના કેન્સર પીડિત મહિલાનો પરિવાર પગની સારવાર માટે આમતેમ ભટક્યો હતો. છેવટે મજબૂરીવશ દેશીદારૂના સામાન્ય ધંધાની શરૂઆત કરી હતી. જાેકે રૂરલ પોલીસ પ્રોહીબીશન ગુનાઓની તપાસ દરમિયાન પગથી ચાલી ન શકતી મહિલાને જાેતા હકીકતથી વાકેફ થઈ હતી.

અને તમામ જાણકારી મેળવી ખંભાત રૂરલ પી.આઈ.આર.એન.ખાંટે પગની સારવાર કરાવી ગંભીર રોગમાંથી મુક્તિ આપી નવજીવન અર્પી માનવતાભરી પ્રેરણા પુરી પાડી છે.

ખંભાત તાલુકાના કણઝટ ગામે સીમ વિસ્તારમાં ઈન્દિરા કોલોનીમાં ૨૭ વર્ષીય જ્યોત્સનાબેન ઠાકોર પતિ પોપટભાઈ ઠાકોર તથા ઈંટો ગોઠવેલા કાચા મકાનમાં રહે છે. તેમના ૫ વર્ષીય દીકરી જાનકી અને ૩ વર્ષીય દીકરો મેહુલ છે. પતિના છૂટક મજૂરી પર નિર્ભર પરિવાર જીવન ગુજારતા હતા.

અચાનક છેલ્લા ત્રણ વર્ષ પૂર્વે જ્યોત્સનાબેનના જમણાં પગે બિમારી જણસો તેમજ પતિના વાહનનો પણ વેચાણ કરી દીધા હતા અંતે પરિવાર પાસે કાંઈ બાકી ન રહેતા આર્થિક સંકળામણમાં ડૂબી ગયો હતો.

બિમારીગ્રસ્ત મહિલાને પોતાનું જીવ બચે તેવી આશા ન હતી. લાચાર પરિવાર દેશી દારૂના સામાન્ય ધંધા તરફ વળ્યો હતો. પ્રોહીબીશન ગુનાઓ ડામવા તપાસ દરમિયાન ખંભાત રૂરલ પી.આઈ. આર.એન.ખાંટે મહિલાને ઘરે તપાસ આદરી હતી. આગવી ઢબે પૂછપરછ દરમિયાન મહિલાના પગે ગંભીર બીમારીની જાણ થઈ હતી.

તમામ હકીકતોથી વાકેફ થઈ ખંભાત રૂરલ પી.આઈ.આર.એન.ખાંટે તાત્કાલિક અમદાવાદ સિવિલમાં પગે કેન્સરપીડિત મહિલાને સારવારઅર્થે ખસેડી હતી. તમામ રિપોર્ટ બાદ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ પગના કેન્સરનો ઓપરેશન કરાવી રોગમાંથી મુક્તિ અપાવી છે અને મહિલાને કુત્રિમ પગ નંખાવી નવજીવન આપ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.