Western Times News

Gujarati News

કોરોનાની દરમિયાન વોટ્‌સઅપ દ્વારા વિદ્યાર્થીઓ સુધી વિડીયો અને લેસન પહોંચાડવાનું કાર્ય કર્યુ આ શિક્ષકે

ડાયટ આયોજિત જિલ્લાકક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં કોરોના કાળનું શિક્ષણ નવતર પ્રયોગ

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ ડાયટ આયોજિત જિલ્લાકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેરમા કોરોના કાળનું શિક્ષણ નવતર પ્રયોગ દે.બારીયા તાલુકાની ખેડા ફળીયા સિંગોર પ્રા.શાળાના શિક્ષકશ્રી શૈલેષકુમાર સોલંકી દ્વારા રજૂ થયો હતો.

જેમાં પહેલી કોરોનાની લહેર દરમિયાન વોટ્‌સઅપ દ્વારા વિદ્યાર્થીઓ સુધી વિડીયો અને લેસન પહોંચાડવાનું કાર્ય તેમજ વિદ્યાર્થીઓ માટે વાંચન ડાયરીનું નિર્માણ કરેલ હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે રીયુઝ નોટ બનાવી વિદ્યાર્થીઓ શીખવેલું ભૂલી ન જાય તે માટે ગૃહકાર્ય તેમજ વેકેશન ગૃહકાર્ય તૈયાર કર્યું હતું.

વિદ્યાર્થીઓની સમસ્યાને સમજી ૧૦૦ જેટલા ટી.એલ.એમ બનાવી તેનો ફળિયા શિક્ષણ તેમજ ઓનલાઇન શિક્ષણમા ઉપયોગ કર્યો છે. ઓનલાઇન યોજાયેલ ગુજરાત ગૌરવ દિન સ્પર્ધામાં ૩૬ વિદ્યાર્થીઓને ભાગ લેવડાવ્યો હતો. રાજકોટ આયોજિત વકૃત્વ સ્પર્ધામાં ૧૬ વિદ્યાર્થીઓને ભાગ લેવડાવ્યો હતો.

દાહોદ રેડક્રોસ આયોજિત ચિત્ર સ્પર્ધામાં ૨૫ વિદ્યાર્થીઓને ભાગ લેવડાવ્યો હતો. કોરોના કાળમાં લેવાય ચિત્રકામ પરીક્ષા ૧૨ વિદ્યાર્થીઓને ભાગ લેવડાવી સતત વિદ્યાર્થીની ક્રિયાશીલ રાખી તેઓને તણાવમુક્ત રાખેલ છે. આ ઇનોવેશન દાહોદ જીલ્લાનું ગૌરવ વધારે છે ખરેખર સાચા હાથમાં શાળા બંધ છે શિક્ષણ નહીં, ફલિતાર્થ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.