Western Times News

Gujarati News

રીલ બનાવવાના ચક્કરમાં મોતને ભેટ્યો શખ્સ: બર્ફીલી નદીમાં લગાવી છલાંગ

યુક્રેન, યુક્રેનના નિપ્રોપેટ્રોસ ક્ષેત્રમાં રવિવારે એક ખૂબ જ દર્દનાક ઘટના બની હતી. એલેક્ઝાન્ડર નામના એક શખ્સે પાણીના તેજ વહેણ અંગે વિચાર્યા વગર જ બરફીલી નદીમાં છલાંગ લગાવી હતી અને પોતાની પત્નીની નજર સામે જ મૃત્યુને ભેટ્યો હતો. તેણે પોતાની પત્નીને વીડિયો ઉતારવા માટે કહ્યું હતું અને આઈસ્ડ ઓવર ચોર્ટોમેલિક નદીમાં છલાંગ મારી હતી.

આ સ્ટન્ટ તેના માટે ખૂબ જ ઘાતક સાબિત થયો હતો અને અનેક લોકોએ તેને બચાવવા પ્રયત્ન કર્યો તેમ છતાં તે ડૂબી ગયો હતો. આશરે -5C તાપમાનમાં બનેલી આ ઘટનાના વીડિયોમાં એલેક્ઝાન્ડર પોતાની પત્ની સાથે વાત કરતો સંભળાય છે. તેની પત્ની સવાલ કરે છે કે, ‘શું તું ડરતો નથી સાન્યા (એલેક્ઝાન્ડર)?’

જવાબમાં તે કહે છે કે, ના હું નથી ડરતો. બાદમાં પત્ની એવો સવાલ કરે છે કે, શું તને ઠંડી નથી લાગતી? ત્યારે તે ‘ના’ એમ કહે છે. ત્યાર બાદ તેણી સવાલ કરે છે કે, શું તારા પગ ઠંડા નથી પડી રહ્યા? તેના જવાબમાં તે ભાર આપીને ના કહે છે. તેની પત્ની આગળ એમ કહે છે કે, ‘હે ભગવાન, હું આ નથી સહન કરી શકતી, આ ખૂબ જ ઠંડુ છે.. ઠંડી છે.. હે ભગવાન, મને આશા છે કે તમે બીમાર નહીં પડો.’

તેણી વીડિયો ઉતારતી હોય છે ત્યારે એલેક્ઝાન્ડર ડૂબવા લાગે છે અને નદીના ગંદા પાણીમાં ગાયબ થઈ જાય છે. તેણી ડરી જાય છે અને આજુબાજુના લોકોની મદદ માગે છે. તેનો મિત્ર સાંકળ વડે બરફમાં કાંણા પાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેને બચાવવામાં ખૂબ મોડું થઈ જાય છે. સ્થાનિક રિપોર્ટ્સ અનુસાર તે બરફ નીચે ફસાઈને મૃત્યુ પામે છે.

બચાવકર્મીઓએ નદીમાં ડૂબકી લગાવી ત્યારે તે મૃત્યુ પામ્યો હોય છે. બીજા દિવસે કિનારાથી આશરે 70 ફૂટ દૂર 13 ફૂટ ઉંડાણમાંથી તેનું શબ મળી આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.