Western Times News

Gujarati News

માધ્યમો- કલાયન્ટો વચ્ચે “સેતુ”નું કામ કરતી પી.આર. એજન્સીઓ

ફેબ્રુઆરી-માર્ચથી માર્કેટ પૂર્ણ કક્ષાએ શરૂ થશે તે સાથે જ પી.આર. એજન્સીઓના કામને વેગ મળે તેવો અંદાજ

(પ્રતિનિધિ) અમદાવાદ, દેશ- વિદેશમાં કામ કરતી કંપનીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક મંડળો કે કોઈપણ સંસ્થા પોતાની કામગીરી- સિધ્ધિ તથા નવી યોજનાઓને આકાર આપતી હોય છે. આ તમામ માહિતી સામાન્ય જનતા સુધી પહોંચે તેના માટે તેઓ માધ્યમો (અખબારો, ટીવી. ચેનલો)નો ઉપયોગ કરતા હોય છે. માધ્યમોને માહિતી આપવા માટે તેઓ અવારનવાર “પત્રકાર પરિષદ” (પી.સી. પ્રેસ કોન્ફરન્સ)નું આયોજન કરતા હોય છે સામાન્ય પ્રજાને આની ખૂબજ ઓછી માહિતી હોઈ શકે છે.

પત્રકાર પરિષદ યોજવા માટે શહેરમાં અલગ-અલગ પી.આર. (પબ્લિક રીલેશન એજન્સી) એજન્સીઓ કાર્યરત હોય છે મોટી-નાની કંપનીઓ તેમની “કોન્ફરન્સ”નું આયોજન કરવા માટે પી.આર એજન્સીની મદદ લે છે. આ એજન્સીઓ વ્યાવસાયિક ધોરણે કામ કરતી હોય છે.

પત્રકાર પરિષદ યોજવા માટે તેઓના અલગ-અલગ ચાર્જ રાખેલા જાેવા મળશે. અખબારોમાં આવતા સમાચારોને તેઓ પોતાના “કલાયન્ટ” સુધી પહોંચાડે છે. આમ પી.આર. એજન્સી – ક્લાયન્ટ- માધ્યમો વચ્ચેનો “સેતુ” જળવાઈ રહે છે.

પણ છેલ્લા બે વર્ષથી કોરોના કાળના સમયમાં “પત્રકાર પરિષદ” ના આયોજન ઓછા થયા હતા કારણ કે કંપનીઓની મુખ્ય ઓફિસો દિલ્હી- મુંબઈ જેવા શહેરોમાં હોવાને કારણે “કોરોના કાળમાં” તેઓ નહી આવી શકતા ‘ઓનલાઈન’ પત્રકાર પરિષદ યોજવામાં આવતી હતી પરંતુ આ “કન્સેપ્ટ” ઝાઝો ચાલ્યો નહી પત્રકાર પરિષદમાં આવતા પત્રકારોને અલગ-અલગ પ્રકારની માહિતીની જરૂર હોય છે.

મુખ્ય થીમની સાથે ઈન્વેસ્ટીગેટીંગ જર્નાલિસ્ટ પોતાની રીતે માહિતી મેળવતા હોય છે પરંતુ ઓફલાઈન પત્રકાર પરિષદ ઓછી થતાં તેમાં થોડો ઘટાડો જાેવા મળ્યો હતો.

છેલ્લે કોરોના- ઓમિક્રોનના કેસ વધતા પ્રેસ કોન્ફરન્સ ઓછી થઈ હતી પરંતુ હવે કોરોનાના કેસ ઘટતા અને માર્કેટમાં સીુધારો થતા ફેબ્રુઆરી- માર્ચથી કંપનીઓ ફરીથી માહિતીઓનો ખજાનો લઈને આવી પહોંચશે આજકાલ સોશિયલ મિડિયા ભલે પાવરફુલ હોય પણ માધ્યમોમાં આવતી માહિતી સચોટ અને વિશ્લેષણ સાથેની વિશ્વસનીય હોય છે તેથી કંપનીઓ પોતાના આવનારા પ્રોજેકટ કે કામગીરીનું મૂલ્યાંકન મિડિયા સમક્ષ કરવાનો આગ્રહ રાખે છે.

કોરોનાને કારણે માહિતી પુરી પાડતી પી.સી.માં ઘટાડો થયો હતો પરંતુ હવે પુનઃ ફેબ્રુઆરી- માર્ચથી માર્કેટો પૂર્ણ કક્ષાએ દોડતા થઈ જશે. જેને કારણે પી.આર. એજન્સીઓને બિઝનેસમાં છેલ્લા બે વર્ષથી ફટકો પડી રહયો હતો તેમાં સુધારનો અવકાશ ઉભો થશે અનેક પી.આર. એજન્સીઓ પત્રકાર પરિષદ ઈવેન્ટની સાથે સાથે જાહેરાતોનું કામ કરે છે તેમના કામને આગામી દિવસોમાં વેગ મળશે તે નકકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.