Western Times News

Gujarati News

આંગડિયાની કરોડોનું સોનું ભરેલી બેગ લઈ લૂંટારા ફરાર

બનાસકાંઠા, ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટી લેવાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવીને કરોડો રૂપિયાનું સોનું ભરેલી બેગ લઈ લૂંટારા ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે.

આ આંગડિયા પેઢીનો કર્મચારી રાજસ્થાનથી એસટી બસમાં આવી રહ્યો હતો. ત્યારે છાપી નજીક એક હોટલ બહાર એસટી બસ ચા-નાસ્તા માટે ઊભી રાખવામાં આવી હતી. એ સમયે આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવીને લૂંટારાઓ સોનું ભરેલી બેગ લઈને ફરાર થયા હતા. આ લૂંટારાઓ સ્કોર્પિયો કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા. આ આખી ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

કર્મચારીને જાણ થતા તેણે છાપી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ છાપી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ્‌સ મુજબ, આંગડિયા કર્મી રાજસ્થાનથી એસટી બસમાં અમદાવાદ આવવા માટે નીકળ્યો હતો. થોડા કલાકો પછી એસટી બસ બનાસકાંઠાના છાપી નજીક એક હોટલ બહાર ઊભી રાખવામાં આવી હતી. મુસાફરો ચા-નાસ્તો કરી લે એ માટે આ બસ અહીં ઉભી રાખવામાં આવી હતી. ત્યારે એસટી બસમાં મુસાફરી કરી રહેલાં આંગડિયા પેઢીના કર્મચારી પાસે એક બેગ હતી.

આ બેગમાં ૧ કરોડની કિંમતથી પણ વધુ સોનાનો જથ્થો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે હોટલ બહાર ઉભી રહેલી એસટી બસમાંથી આંગડિયા પેઢીની નજર ચૂકવીને લૂંટારાઓ આ સોનું ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા.

આ લૂંટારાઓ સ્કોર્પિયો કારમાં આવ્યા હતા અને ફરાર થયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જે રીતે સ્કોર્પિયો કારમાં આવેલા લૂંટારાઓએ આ બેગ સરળતાથી મેળવી લીધી એ જાેતા એવું લાગી રહ્યું છે કે, તેઓ આ આંગડિયા પેઢીના કર્મચારીનો પીછો કરતા હોવા જાેઈએ. જ્યારે આંગડિયા પેઢીના કર્મચારીને ખબર પડી કે તેની બેગ નથી એ પછી થોડીવાર માટે હાહાકાર સર્જાયો હતો.

ગણતરીની મિનિટોમાં લૂંટારાઓ આ બેગ લઈને ફરાર થયા હતા. જે બાદ આંગડિયા પેઢીના કર્મચારીએ છાપી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. લૂંટારાઓ સ્કોર્પિયો કારમાં ફરાર થયા હતા તેઓને ઝડપી પાડવા માટે છાપી પોલીસ દ્વારા નાકાબંધી પણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, આ પહેલાં સાબરકાંઠામાં આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરીને લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.