Western Times News

Gujarati News

જમીનનો સાટાખત રદ્દ કરવા યુવકને સ્કોર્પિયો કારમાં ઉઠાવ્યો

રાજકોટ, ક્રાઇમ બ્રાન્ચના એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. ત્યારે આજે ફરી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ઢોલરા ગામની જમીનનો સાટાખત રદ્દ કરવા જામનગરના યુવકનું ઉઠાવવામાં આવ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કાળા કલરની સ્કોર્પિયો કારમાં યુવકને ઉઠાવવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. જામનગરના યુવક કુમાર પ્રવીણભાઈ કુંભારવાડિયાએ આરોપ લગાવ્યો છે કે, ઢોલરા ગામની કિંમતી જમીનનો સાટાખત રદ્દ કરવા માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જામનગરથી કાળા કલરની સ્કોર્પિયો કારમાં ઉઠાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

ભોગ બનનાર કુમાર કુંભારવાડિયાને રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી લાવવામાં આવ્યો હતો. ત્યારે ભોગ બનનાર યુવકને પોલીસ કમિશ્નરે કહ્યું હતું, ‘આ લોકો કહે તેમ સમાધાન કરી નાખ એટલું જ નહીં ફરિયાદી યુવક કુમાર કુંભારવાડિયાએ કહ્યું હતું કે, બાલાજી હોલ પાસે વકીલ જયેશ બોધરાની ઓફિસમાં કોરા કાગળો પર સહી કરવા કહ્યું હતું.

જાેકે ફરિયાદીએ સહી નહિ કરતા મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે સહી કરી આપતા જ રૂ.૨૦૦ ભાડું આપી બધા જ જતા રહ્યા હતા. જાેકે ફરિયાદીએ મુખ્યમંત્રીને પણ અરજી કરી તપાસ કરવા અને ન્યાય અપાવવા માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વીકે ગઢવી સામે કથિત કમિશનકાંડનો આરોપ લગાવ્યો હતો. પોલીસ સામે તપાસ કમિટી તપાસ કરી રહી છે ત્યારે પોલીસનો ભોગ બનેલા લોકો એક બાદ એક સામે આવી રહ્યા છે. રાજકોટમાં પોલીસ કમિશનકાંડના વધુ ૨ મોટા ખુલાસા થયા હતા. જેમાં વધુ બે ફરિયાદી સામે આવ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચના હવાલા અને વસૂલી કાંડ અંગે ફરિયાદી સામે આવતા ખળભળાટ મચ્યો હતો. ટીમબરના વેપારી રાજેન્દ્ર ભાઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગેરકાયદે ઉઠાવી ગયા હતા. જ્યાં ક્રાઈમ બ્રાન્ચે તેની સાથે મારપીટ અને કોરા ચેક લખાવી લીધા હોવાની ફરિયાદ કરી હતી.

ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જે કાર્યવાહી કોર્ટમાં થઈ શકે એ માટે ક્રાઈમ બ્રાન્ચે હવાલો લીધાનો આરોપ લગાવ્યો હતો. બીજા કેસમાં ૫ લાખની ઉઘરાણી મામલે પોલીસ સામે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં અર્જુન શરફી મંડળીમાંથી ૫ લાખની લોન લેનાર હિતેશભાઈ પરંભરને પોલીસે ઉઠાવી માર માર્યાની વિગતો સામે આવી હતી.

બીજા ફરિયાદીએ પણ પોલીસે માર માર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો અને તેની પાસેથી ૫ લાખના ૧૧.૫ લાખ પોલીસે માંગ્યા હોવાનું જણાવ્યું હતું. બાંધકામના ધંધાર્થીએ મંડળીમાંથી પૈસા લીધાનો હવાલો હોવાનું સામે આવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.