Western Times News

Gujarati News

રખડતા ઢોરોને કચરાપેટીમાંથી પ્લાસ્ટિકનો કચરો ખાવાની નોબત ?

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, ગાંધીનગર મહાનગર પાલિકા અને પોલીસ રખડતા ઢોર બાબતે તદ્દન નિષ્ક્રિય હોવાના કારણે શહેરમાં સમસ્યા દિન પ્રતિદિન વધતી રહી છે બીજી બાજુ સફાઈ મામલે રોજિંદી ફરિયાદો વધી રહી છે.

ગાંધીનગર કોર્પોરેશનના નવા વર્ષનુ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ગાંધીનગર મહાનગરપાલિકા પાસે સફાઈ સિવાય અન્ય કોઈ મહત્વની જવાબદારી નથી ત્યારે સફાઈ પાછળ વાર્ષિક ૪૩ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે જેમાં ગાંધીનગરમાં દરરોજ સફાઈ પાછળ ૧૨ લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ છતાં મુખ્ય તેમજ આંતરિક માર્ગોની યોગ્ય સફાઈ થઈ શકતી નથી જે ખર્ચ બાદ પણ કચરાપેટી ઓ ઉભરાવાની સાથે જાહેર સ્થળો ઉપર ગંદકીના થર જાેવા મળી રહ્યા છે.

મનપા દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત કચરાની પેટીઓ મૂકવામાં આવી છે જેને ઢોરો દ્વારા અનેકવાર પાડી દેતાં રોડ રસ્તા પર કચરો જાેવા મળે છે પ્લાસ્ટિક મુક્ત ગુજરાત ની જાહેરાતો કરી પણ જ્યાં જુઓ ત્યાં કચરામાં પ્લાસ્ટિક વધુ જાેવા મળે છે અને રખડતા ઢોર દ્વારા વપરાતા ડસ્ટ કન્ટેનરોમાં ખોરાકની શોધ કરવાના પ્રયાસ કરવામાં આવતા કચરાના ઢગ સેક્ટર જાહેર સ્થળો પર ફેલાઈ ને પરિસ્થિતિ વધુ વણસાવી રહ્યા છે ઢોરોને પ્લાસ્ટિક ખાવાથી નુકસાન પણ થતું હોય છે શહેરમાં કચરાથી ભરેલી અને કચરા થી ઉભરાયેલી આવી અનેક કચરાપેટીઓ આપણને જાેવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.