Western Times News

Gujarati News

હવે બજરંગબલીના જન્મસ્થળ અંગે વિવાદ ઊભો થયો

નવી દિલ્હી, ભગવાન રામની જન્મભૂમિ અંગે વર્ષો સુધી વિવાદ ચાલ્યો. ૨૦૧૯માં આ મામલે કોર્ટમાં ચાલી રહેલા કાનૂની જંગનો અંત પણ આવી ગયો પરંતુ હવે ભગવાન રામના ભક્ત એટલે કે હનુમાનની જન્મભૂમિ પર વિવાદ શરૂ થયો છે. આમ તો આ વિવાદ બે ધર્મો વચ્ચે નહીં પરંતુ ૨ રાજ્યોની ધાર્મિક સંસ્થાઓ વચ્ચેનો છે. હકીકતમાં આંધ્ર પ્રદેશ અને કર્ણાટકે અલગ અલગ સ્થાન પર હનુમાનજીના જન્મનો દાવો કર્યો છે.

આંધ્ર પ્રદેશ સ્થિત તિરુમાલા તિરુપતી દેવસ્થાનમ બુધવારે અંજનાદ્રી મંદિરમાં એક સમારોહ આયોજિત કરવા જઈ રહ્યું છે. જ્યાં ગત વર્ષે એપ્રિલમાં રામ નવમી પર હનુમાનના જન્મસ્થાન તરીકે ઔપચારિક અભિષેક થયો હતો.

પરંતુ કર્ણાટકનું શ્રીહનુમાન જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર આ વાત સાથે સહમત નથી. આ ટ્રસ્ટનો દાવો છે કે વાલ્મિકી રામાયણમાં ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હનુમાનજીનો જન્મ કિષ્કિંધાના અંજનાહલ્લીમાં થયો હતો. કહેવાય છે કે આ સ્થાન હમ્પી નજીક તુંગભદ્રા નદીના કિનારે સ્થિત છે. જ્યારે બીજી બાજુ તિરુમાલા તિરુપતિ દેવસ્થાન કમિટીનું કહેવું છે કે પુરાણો અને શિલાલેખો જેવા પ્રાચીન ગ્રંથોમાં સ્પષ્ટ રીતે હનુમાનના જન્મસ્થળ તરીકે અજનાદ્રીનો ઉલ્લેખ છે. જેને હવે તિરુમાલા કહે છે.

એપ્રિલમાં TTD એ અંજનાદ્રીના દાવાને રેખાંકિત કરતા એક પુસ્તિકા પણ પ્રકાશિત કરી હતી. જે ડિસેમ્બર ૨૦૨૦માં બનાવવામાં આવેલી ૮ સભ્યોની પેનલ દ્વારા પ્રસ્તુત એક રિપોર્ટ પર આધારિત હતી. પરંતુ કર્ણાટક સ્થિત તીર્થ ક્ષેત્રએ ૬ પાનાના પોતાના એક લેટરમાં ટીટીડીના આ દાવાનો વિરોધ કર્યો હતો.

TTD એ અનેક વૈદિક અને ધાર્મિક વિદ્વાનો દ્વારા સ્વીકાર કરાયેલા પૌરાણિક, સાહિત્યિક, પુરાતાત્વિક અને ભૌગોલિક પુરાવાના આધારે આ દાવો કર્યો છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના સીઈઓ જવાહર રેડ્ડીએ એક ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ દ્વારા રચિત રામચરિત્ર માનસમાં આ મામેલ નક્કર પુરાવા મળે છે. જ્યારે રામ ભક્ત હનુમાનના જન્મસ્થળને લઈને ચાલી રહેલા આ વિવાદને ઉકેલવા માટે ગત વર્ષ મે મહિનામાં વાતચીત થઈ હતી પરંતુ બંને રાજ્યો કોઈ તારણ સુધી પહોંચી શક્યા નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.